ડીસાના ડાવસમાં શ્વાન કેમ છૂટો રાખો છો તેમ કહી ખેડૂત પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

3 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

ડીસાના ડાવસ ગામમાં ખેતરમાં ખેડૂતે શ્વાન પાળેલો છૂટો રાખતા નજીકમાં રહેતાં અન્ય ખેડૂતે તેમને શ્વાન છૂટો નહી બાંધીને રાખો તેમ કહ્યું હતું.
આ બાબતને લઇ બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાઇ જઇ ધોકા વડે માર માર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ડાવસ ગામમાં રહેતાં નરસિંહભાઇ ભીખાભાઇ ચૌધરી ખેતરમાં પરિવાર સાથે રહી ખેતી કરે છે અને સોમવારે તેઓ ખેતરમાં કામ કરતા હતા.

 

અને તેમનો પાળેલો શ્વાન છૂટો ફરતો હતો અને જોરજોરથી ભસવા લાગ્યો હતો. તેમની બાજુમાં રહેતાં ભરતભાઇ જેઠાભાઇ કોળી, બાબુભાઇ જેઠાભાઇ કોળી અને કીર્તિભાઇ જેઠાભાઇ કોળીએ આ બાબતને લઇ નરસિંહભાઇની પત્ની સાથે બોલાચાલી કરી હતી.

 

જયારે શ્વાન કેમ છૂટો રાખો છો બાંધીને રાખો અને અહીંથી જતાં રહ્યો તેમ કહ્યું હતું. જો કે, આ વાત સાંભળી નરસિંહભાઇ 3 શખ્સોને સમજાવવા માટે ગયા હતા.

 

તે દરમિયાન 3 શખ્સો નરસિંહભાઇની પત્નીને અપશબ્દો લાગ્યા હતા અને અપશબ્દો બોલવાની ના પાડતાં ભરતભાઇએ હાથમાનો ધોકો નરસિંહભાઇની પત્નીને નાક ઉપર માર્યો હતો.

 

જેથી લોહી આવતાં તેઓ બેભાન થઇ નીચે પડી ગયા હતા. તે દરમિયાન આ ત્રણેય ભેગા મળી નરસિંહભાઇને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.

 

જો કે, મારને લઇ નરસિંહભાઇએ બૂમો પાડતાં આજુબાજુના અન્ય લોકો દોડી આવી તેમને મારમાંથી છોડાવ્યા હતા. જયારે જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.
આ બનાવને લઇ નરસિંહભાઇ પોતાની પત્નીને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!