ડીસા બનાસનદી પુલ પર GRD જવાનને જીપડાલા ચાલક ટક્કર મારી ફરાર, જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

- Advertisement -
Share

ડીસા બનાસ નદી બ્રિજ પર અજાણ્યા જીપડાલા ચાલકે વરસાદમાં બંધ થઇ ગયેલ બાઈકને લઈ આવી રહેલ GRD મહેશ પરમારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત GRD મહેશ પરમાર સારવાર હેઠળ ખસેડાયા હતો.

 

બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવેલી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા આખોલ ચોકડી પર જી.આર.ડીમાં ફરજ બજાવતા દેવેન્દ્ર સિંહ રણજીતસિંહ ગોહિલ તેમજ મહેશ ધારજીજી પરમાર (ઠાકોર) પોતાની નોકરી પતાવી ડીસા તરફ આવી રહ્યા હતા.
દરમિયાન અચાનક ભારે વરસાદના કારણે પોતાનું મોટરસાયકલ બંધ થઈ ગયેલ હતું આ બંને મોટરસાયકલ ખેંચી ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે બનાસ નદીના બ્રિજ પર એક પૂર ઝડપે આવી રહેલા જીપડાલાના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી જી.આર.ડી જવાન મહેશ પરમારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આકસ્માતમાં જીપડાલાના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા મહેશ ધાર્જીજી ઠાકોરને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના પડ્યા હતા અને તાત્કાલિક ઘાયલ જી.આર.ડી જવાન મહેશ પરમારને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતો. જે બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જી ફરાર થનાર જીપડાલાના ચાલક વિરુદ્ધમાં દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!