વાહ રે! ડીસાના એલિવેટેડ બ્રિજ પર વરસાદથી પાણી ભરાયું : પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ

- Advertisement -
Share

ડીસામાં બનાવેલ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ પર આજે એક ફૂટ જેટલું પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. આ બ્રિજ પર પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતા આ બ્રિજ પર વરસાદ પડવાથી પાણી ભરાતા બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે ગુજરાતનો સૌથી લાંબો એલિમિટેડ બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં મુકાયો છે. કેમકે ડીસામાં બનાવેલ બ્રિજ પર રાત્રી દરમિયાન અંધારપટ છવાય છે. સ્થાનિક લોકો દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર સ્થાનિક તંત્રની રજૂઆત કરવામાં આવી છતાં પણ પરંતુ આજ દિન સુધી આ બ્રિજ પર લાઈટ ચાલુ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
આજે પણ આ બ્રિજ અંધારીયો બ્રિજ જોવા મળી રહ્યો છે અને આજે વધુ એક આ બ્રિજ પર બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બ્રીજ પર એક ફૂટ જેટલું પાણી ભરાયું છે કારણ કે આ બ્રિજ પર પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આ બ્રિજ પર પાણી ભરાયું છે આ બ્રિજ પર આજે એક ફૂટ જેટલું પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ બ્રિજ પર ભરાયેલા પાણીના કારણે આ બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!