પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા ગણતરીની મિનિટમાં આટોપી લેતાં વિપક્ષે હંગામો મચાવ્યો

- Advertisement -
Share

 

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં સોમવારે હંગામો મચ્યો હતો. નગરપાલિકાની ચાલુ સભામાં શાસક અને વિપક્ષના નેતા આમને-સામને આવી જતાં મામલો બિચક્યો હતો. વિકાસના કામો સહીત ભ્રષ્ટાચારના મુદ્દે શાસક અને વિપક્ષ નેતા વચ્ચે હંગામો સર્જાયો હતો.

 

 

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા છેલ્લા કેટલાંય સમયથી સતત વિવાદમાં ઘેરાયેલી છે. ત્યારે પાલનપુર નગરપાલિકામાં સોમવારે મળેલી સાધારણ સભામાં ગણતરી મિનિટમાં શાસક પક્ષે નક્કી થયેલા એજન્ડા મુજબ

 

 

ગણતરીના મિનિટમાં સભાને આટોપી લેતાં નગરપાલિકાની સભામાં વિપક્ષે ભ્રષ્ટાચાર મામલે ઉગ્ર રજૂઆત કરતાં સભાની અંદર શાસક અને વિપક્ષ વચ્ચે મામલો ગરમાયો હતો.

 

 

10 મુદ્દાઓની ચર્ચા વગર શાસક પક્ષે ગણતરીની મિનિટ મંજૂર કરી સભા પુરી કરી દેવામાં આવી હતી. વિપક્ષ રજૂઆત કરે તે પહેલાં જ ગણતરીની મિનિટમાં સભાની કાર્યવાહી પૂર્ણ કરી દેતાં વિપક્ષના નેતા અંકિતા ઠાકોર ઉગ્ર બનતાં મામલો ગરમાયો હતો. શાસક પક્ષના નેતા જાગૃતિ મહેતા અને વિપક્ષના નેતા અંકિતા ઠાકોર બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!