ડીસામાં કિશોરનું અપહરણ થતાં ચકચાર

- Advertisement -
Share

કિશોર રાત્રે ઘરે ન આવતાં 2 શખ્સો અપહરણ કરી ગયા હોવાની શંકા

 

ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતાં 16 વર્ષિય કિશોરનું 2 શખ્સો અપહરણ કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે કિશોરની બહેને ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની શોધખોળ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતાં પ્રકાશજી રાજાજી સોનીનો દીકરો પિયુષ ઉર્ફે કાનો 2 દિવસ અગાઉ રાત્રે પોતાના ઘરે જમીને બહેન અને માતાને કહીને ઘરની બહાર કામ હોવાનું કહીને નીકળ્યો હતો.
પરંતુ તે રાત્રે મોડે સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ તેને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી કાનાની બહેને તેના મિત્રોને પૂછપરછ કરતાં તેના મિત્ર જશવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલાં રાહુલ મનોજભાઇ નાણાવટી અને બીજો એક શખ્સ ‘કાનાનું ઘર ક્યાં છે ? ‘ તેમ પૂછપરછ કરતા હતા.
જેથી આ બંને શખ્સો કાનાનું અપહરણ કરી ગયા હોવાની શંકા રાખી કાનાની બહેન સરસ્વતી સોનીએ ડીસા ઉત્તર પોલીસ મથકે પોતાના ભાઇનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!