બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીમાં વાવ ભાજપ ઉમેદવાર સહીત 20 ઉમેદવારોએ હીસાબ ન આપતાં નોટીસ ફટકારી

- Advertisement -
Share

થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યો

 

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.

 

જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

 

ચૂંટણી પંચ દ્વારા અગાઉથી જ દરેક ચીજ વસ્તુઓના ભાવો નિર્ધારીત કરવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમ ઉપર ચૂંટણી પંચની સીધી નજર છે. સતત વિડીયોગ્રાફી કરીને તમામ ડેટા ચૂંટણી પંચમાં સબમીટ કરાવવામાં આવી રહ્યા છે.
જેથી જે ખર્ચ દર્શાવવામાં આવે છે તેનું ક્રોસ વેરીફીકેશન કરી શકાય. જોકે, હાલમાં ખર્ચ દર્શાવવામાં જે ઉમેદવારો નિષ્ફળ નીકળ્યા છે તેમને નોટીસ પાઠવીને ખુલાસો પૂછવામાં આવ્યો છે.’

 

થરાદ
– પ્રકાશભાઇ મનજીભાઇ
– ભરતકુમાર ખેમાભાઇ ચરમટા​​​​​​​
– રમેશજી વનાજી મકવાણા​​​​​​​
– વિરચંદભાઇ ચેલાભાઇ ચાવડા
– કમલેશભાઇ કાળુભાઇ દેસાઇ
– લક્ષ્મીબેન સુરેશભાઇ ઠાકોર
– સેંધાભાઇ વાઘાભાઇ પરમાર
– મોહનભાઇ ઇશ્વરભાઇ બોચીયા
– મનુભાઇ વાલાભાઇ વરણ
– ભગવતીબેન ખેતસિંહભાઇ બ્રહ્મક્ષત્રિય
– સરતાણભાઇ વખતાભાઇ હડીયલ
​​​​​​​વાવ
– સ્વરૂપ ઠાકોર
– નયનાબેન પરમાર
– અમીરામ અસલ
વડગામ
– શર્મિષ્ઠાબેન ડાભી
– દલપતભાઇ ભાટીયા
– મંજૂલાબેન મહેશ્વરી
​​​​​​​ડીસા
– જયંતિભાઇ નવાભાઇ ચૌધરી
પાલનપુર
– શૈલેષ કરશનભાઇ પરમાર
ધાનેરા
– દિનેશ પનાજી ચૌહાણ

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!