પાલનપુર અને વડગામમાં 65 દિવસના આંદોલનનો અંત આવ્યો : કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી આપવાની મુખ્યમંત્રીએ ખાત્રી આપી

- Advertisement -
Share

હવે જળ આંદોલન સમિતિ માત્ર મુખ્યમંત્રીની ખાત્રીના કાર્યની પ્રગતિ પર ધ્યાન રાખશે

 

વડગામ તાલુકાના કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા માટેની માંગ સાથે છેલ્લા અઢી મહીનાથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે.
જળ આંદોલન સમિતિની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ કરમાવાદ તળાવમાં પાણી નાખવાની ખાત્રી આપતાં હવે આંદોલન સમેટાયું છે. જેને લઇ સ્થાનિક લોકોએ સરકારનો આભાર માન્યો છે.

વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી માટેની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી.

 

છેલ્લા 65 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોએ કરમાવાદ તળાવમાં કળશ પૂજા, ગ્રામસભાઓ અને 20,000 ખેડૂતોની રેલી સહીત મહીલાઓએ 50,000 પોસ્ટ કાર્ડ લખવા સહીતના ખેડૂતોએ કાર્યક્રમો કર્યાં હતા.

 

ત્યારે હવે મુખ્યમંત્રીએ ખેડૂતોની પાણીની જરૂરીયાતને સમજી જળ આંદોલન સમિતિ સાથે બેઠક યોજી હતી. જેમાં સરકારના ઇજનેર સહીત જીલ્લાના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

ત્યારે કરમાવાદ તળાવમાં પાણી નાખવા માટે મોઢેરાથી દાઉં અને દાઉંથી મુકતેશ્વરમાં વધુ 200 ક્યુસેક પાણી પાઇપ લાઇન દ્વારા પહોંચાડવામાં આવશે.

 

જયારે મુક્તેશ્વર ડેમમાંથી 100 ક્યુસેક પાણી કરમાવાદ તળાવમાં નાખવામાં આવશે તે માટેનો સરકારે પ્લાન તૈયાર કર્યો છે.

 

મુકતેશ્વરથી કરમાવાદ તળાવમા નર્મદાના નીર નાખવા રૂ. 500 કરોડ મંજૂર કરવાની મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી.

 

જેમાં ટેકનીકલ અને વહીવટી બાબતોને ધ્યાને રાખી સરકાર ટૂંક સમયમાં પાણી માટેની વહીવટી મંજૂરી પણ આપશે.

 

ત્યારે ખેડૂતોના ચાલી રહેલા આંદોલનમાં સરકાર દ્વારા તેમની માંગ પૂરી થતાં જળ આંદોલન સમિતિ દ્વારા આંદોલનમાં સહકાર આપનાર 125 ગામના ખેડૂતો, મહીલાઓ, સામાજીક સંસ્થાઓ, માર્કેટયાર્ડ, એગ્રો
ઇન્ડસ્ટ્રીઝ, જીલ્લા વહીવટી તંત્ર અને સરકાર સુધી સાચી વાત પહોંચાડનાર મીડીયાનો આભાર માન્યો હતો. જયારે મીઠાઇ વહેંચી ખેડૂતોએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!