અમીરગઢના ખૂન કેસના ગુનામાં નવ વર્ષથી ફરાર 70 મુજબના વોરંટના આરોપીને SP DISE Child -Tracking System આધારે પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ગઈ તા.30/05/2012 ના રોજ અમીરગઢના નીચલા ખાપા ગામના ભારમાભાઈ ભીખાભાઇ ડામોરને નજીવી બોલ ચાલમાં સગા મોટાભાઈ ભાણાભાઈ ભીખાભાઈએ પથ્થર મારી મોત નિપજાવેલ હોવાનો ગુનો સને 2012માં અમીરગઢ પોસ્ટેમાં દાખલ થયેલ.

 

 

જે ગુનાના કામે નાસતા ફરતા આરોપી ભાણા ભાઇ ભીખાભાઇ ડામોરની સ્થાનિક તથા જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્રારા તપાસ કરતા મળી આવેલ નહિ. અધિક પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર તરફથી રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ ડ્રાઈવ આધારે IGP સાહેબ જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર બનાસકાંઠાની સૂચના આધારે સુશીલ અગ્રવાલ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર દ્રારા નાસતા ફરતા આરોપીઓ પકડવાના ટાસ્ક તથા સુપરવિઝન હેઠળ બી.આર. પટેલ પોસઇ પાલનપુર તાલુકા દ્રારા નાસતા ફરતા આરોપી પકડવા અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓ ઝડપી લેવા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.

 

જેમાં પોલીસ ટીમના ASI રહીમખાન, કેતન ભાઈ, બળવંતસિંહ, ધન રાજસિંહ, રાજેશદાન, દીપકભાઈ, લવજીભાઇ, અક્ષયકુમાર, કરશનભાઇની ટીમ દ્રારા ઉપરોક્ત નાસતા ફરતા આરોપી ભાણાભાઈ ભીખાભાઇ ડામોર રહે.નીચલા ખાપા તા.અમીરગઢવાળાને પાર પડા ગામેથી ઝડપી લઈ વધુ તપાસ સારુ અમીર ગઢ પોસ્ટે સોંપેલ છે.

 

ઉપરોક્ત ખૂન કેસના નાસતા ફરતા આરોપીને પકડવામાં પ્રમુખ ભૂમિકા ભજવનાર બી. આર.પટેલ પોસઇ તથા રાઇટર બળવંતસિંહે આરોપીની છેલ્લા ચાર વર્ષની ઝીણામાં ઝીણી માહિતી એકત્રિત કરેલ જેમાં આરોપી અગાઉ જગાણા રહેતા હોવાની હકીકત આધારે 2019-20 માં તપાસ કરતા આરોપીને આ અંગે જાણકારી મળી જતા તેણે જગાણા ગામ છોડી દીધેલ.

 

 

ઉપરોક્ત આરોપીનું બાળક સ્કુલમાં અભ્યાસ કરતા હોવાની માહિતી આધારે ઉપરોક્ત ટીમ દ્રારા Child-Tracking System અંતર્ગત Student Profile Aadhar dise Child – Tracking System 2020-2021થી આરોપીના બાળકની ઓનલાઇન માહિતી મેળવી ટ્રેસ કરતા હાલમાં પારપડા સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાની માહિતી આધારે આરોપીનું પગેરું મેળવી આજરોજ પારપડાથી અટકાયત કરેલ.

 

 

શું છે Child-Tracking system?

સરકારના આધુનિક શિક્ષણના નવતર પ્રયોગ અન્વયે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકની આ પ્રોજેક્ટની સિસ્ટમમાં એકવાર એન્ટ્રી કરતા તેમાં તેને UID નંબર આપવામાં આવવા છે ત્યારબાદ તે બાળક રાજ્યની કોઈપણ સ્કૂલમાં દાખલ થાય તો તેના UID નંબર આધારે તેની હાલની સ્કૂલ તથા રહેઠાણની માહિતી સિસ્ટમથી ઉપલબ્ધ થાય છે. પોલીસે આ જ સિસ્ટમનો ઉપયોગ આરોપી પકડવામાં ઉપયોગ કરી ખૂન જેવા ગંભીર ગુનાના આરોપીને નવ વર્ષ બાદ ઝડપી લીધેલ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!