પાલનપુરમાં શોરૂમમાં થયેલી સનસનીખેજ 65 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચોરોને દબોચી લીધા

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુરમાં હાઈવે પર ખાનગી શોરૂમમાંથી 25 દિવસ અગાઉ એક ખાનગી શોરૂમમાં થયેલી સનસનીખેજ 65 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. બનાસકાંઠા જિલ્લાની એલ.સી.બીએ અલગ અલગ ટીમો બનાવી આ ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય કુખ્યાત ચોર ગેંગના 2 સાગરીતોની દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ત્રણ જૂનની રાત્રે પાલનપુર હાઇવે પર આવેલ કારના શોરૂમમાં 65 લાખની ચોરી થઈ હતી. બનાવને પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરત જ સતર્ક બની ગઈ હતી અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ એલ.સી.બીની અલગ અલગ 3 ટીમો બનાવી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોરસીસ અને ટેકનિકલ સરવેલન્સને આધારે પોલીસ આ ગુન્હાના મૂળ સુધી પહોંચી હતી અને પોલીસે મધ્યપ્રદેશથી 2 આરોપીઓની અટકાયત કરી હતી.
જોકે, ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપી હજુ ફરાર છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી જોઈએ તો આરોપીઓ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ડ્રાઇવર અને કંડકટર તરીકે કામ કરી અલગ અલગ રાજ્યોમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કરી આસપાસના શહેરોમાં શો રૂમની વોચ રાખતા હતા તેમજ મોબાઇલ મેપમાં સર્ચ કરી ચોરીની જગ્યાને ટાર્ગેટ કરતા.
ત્રણ જૂનના આ ચાર આરોપીઓએ પાલનપુરમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કર્યો હતો અને મોબાઈલમાં શો રૂમ સર્ચ કરી પાલનપુર હાઇવે પર આવેલ કારના શો રૂમમાં પાછલની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા સાથે લાવેલ સાધનોથી શોરૂમનું તાળું કાપી અને તિજોરીમાં પડેલા 65 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પરંતુ એલસીબી આ ચોરોનું પગેરું મેળવી મધ્યપ્રદેશના ટેમરન ગામે પહોંચી હતી અને કુખ્યાત ચોર ગેંગના વિજય ઉર્ફે કાનો રાઠોડ અને માધવ યાદવને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે અત્યારે રોકડ અને ચોરીના રૂપિયામાંથી બનાવેલ દાગીના સહિત 22 લાખનો મુદામાલ જપ્ત કર્યા છે. વધુ પૂછપરછમાં આરોપીઓ અગાઉ પણ 3 ચોરીના ગુનામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!