અસલ જીંદગીનો સુપરહીરો : પોલીસ કર્મીએ આગમાં કુદી બાળક અને બે મહિલાના જીવ બચાવ્યા

- Advertisement -
Share

રાજસ્થાનના કરૌલીમાં શનિવારે સાંજે હિન્દુવાદી સંગઠનની બાઈક રેલી પર પથ્થરમારાની ઘટના બાદ ઉપદ્રવીઓએ અનેક દુકાનો ફૂંકી મારી હતી. માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બે મહિલા પોતાનો જીવ બચાવવા માટે નજીકના એક મકાનમાં છુપાઈ ગઈ હતી. મકાન પણ ચારેબાજુથી આગની જ્વાળામાં લપેટાઈ ગયું તો મહિલાઓ અને તેની સાથે જે બાળક હતો તે પણ રડવા લાગ્યાં. બાળકોનો અવાજ સાંભળીને કોન્સ્ટેબલ નેત્રેશ દોડ્યા અને તેને તેડીને બહારની તરફ ભાગ્યા. પાછળ-પાછળ મહિલાઓ પણ દોડી, ત્રણેય બચી ગયાં.

સમગ્ર ઘટના વિષે કરૌલી પોલીસ ચોકીમાં તહેનાત કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ જણાવ્યું હતું કે બાઈક રેલી પર પથ્થરમારો અને દુકાનોમાં આગ લાગ્યા બાદ માર્કેટમાં ભારે અફરાતફરી મચી ગઈ. ચારે બાજુ આગ અને ધુમાડો જ દેખાતો હતો. આ વચ્ચે સાંજે લગભગ 6:30 વાગ્યે ફૂટાકોટ પર હું પોલીસ પાર્ટી સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ફૂટાકોટ પર બે બંગડીની દુકાન પણ સળગતી હતી. દુકાનની બાજુનું એક મકાન ચારેબાજુથી આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. મકાનમાંથી બે મહિલા અને એક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. બાળક જોર જોરથી રડી રહ્યો હતો. મહિલા બૂમો પાડી રહી હતી કે કોઈ મારા બાળકને બચાવે. મારા કાનમાં આ અવાજ પડ્યો તો મેં જોયું કે મહિલાઓ આગની જ્વાળા વચ્ચે સપડાઈ ગઈ હતી.

હું દોડીને ત્યાં પહોંચ્યો અને બાળકને એક કપડામાં ઢાંકી દીધો. મહિલાઓને કહ્યું, હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે પણ મારી પાછળ દોડજો. બાળકને તેડીને હું ઝડપથી આગની જ્વાળા વચ્ચે બહાર ભાગ્યો. મારી પાછળ-પાછળ બંને મહિલા પણ દોડી. ત્રણેયના જીવ બચી ગયા. એ પછી મકાનથી થોડી દૂર સુરક્ષિત જગ્યાએ મેં તેમને છોડી દીધાં. મહિલાઓએ આ માટે મારો આભાર પણ માન્યો.

રાજસ્થાન પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બે મહિલા અને બાળકનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ નેત્રેશ શર્માનો ફોટો શેર કરીને તેની હિંમતને સલામ કર્યા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!