વડગામના છાપી હાઇવે હોટલ પર ઉપ-સરપંચ પર સરપંચ સહીત 2 શખ્સોએ હુમલો કરતાં ચકચાર

Share

વડગામ તાલુકાના છાપી હાઇવે પર હોટલ ઉપર ઉપ-સરપંચ સહીત 4 યુવકો ચા-નાસ્તો કરી રહ્યા હતા. તે દરમિયાન સરપંચ સહીત 2 શખ્સોએ આવી ઔદ્યોગિક વસાહત અને ગૌચરની જમીનની ખોટી – ખોટી અરજીઓ કરે છે તેમ કહી ઉપસરપંચ પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ અંગે છાપી પોલીસે સરપંચ સહીત 2 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના છાપી ગામના ઉપસરપંચ ફઝલુરહેમાન સુલેમાન નેદરીયા છેલ્લા ત્રણ વર્ષથી ઉપસરપંચ તરીકે ફરજ બજાવે છે. છાપી ગ્રામ પંચાયતમાં ઔધોગિક વસાહત અને ગૌચરની જમીન બાબતે ચાલતાં ભ્રષ્ટાચાર અંગે એ.સી.બી.-અમદાવાદ, ડી.ડી.ઓ.-બનાસકાંઠા, કલેક્ટર-બનાસકાંઠા, ટી.ડી.ઓ.-વડગામ, મામલતદાર-વડગામ અને જી.ઇ.બી.-છાપીમાં અરજીઓ કરી હતી.

[google_ad]

છાપી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ ચૌધરીએ ધમકી આપતા કહ્યું કે, “તું ઉપ-સરપંચ હોય તો તારા ઘરનો ગ્રામ પંચાયતમાં પગ મૂકતો નહી. નહીંતર પંચાયતના ચોપડા બાળી નાખીશ તારા વિરૂધ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવીશ.” તે દરમિયાન છાપી હાઇવે ઉપર આવેલ અમી હોટલ પર ઉપ-સરપંચ ફઝલુરહેમાન સુલેમાન નેદરીયા, નઇમ શરીફ નેદરીયા, હારીસ વલ્લી પટેલ, ઇસરાઇલભાઇ દાઉદભાઇ મુખી અને અલ્તાફ યુનુસ નેદરીયા (તમામ રહે. છાપી) વાળાઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન વિજયભાઇ મેઘરાજભાઇ ચૌધરી, હરીભાઇ કરશનભાઇ ચૌધરી અને ભરતભાઇ ઘેમરભાઇ ચૌધરીએ આવી “તું કેમ ખોટી ખોટી અરજીઓ કરે છે” તેમ કહી હુમલો કરતાં તેમના સાથેના લોકો અને આજુબાજુના લોકોએ મારમાથી બચાવ્યા હતા. ત્રણેય શખ્સોએ “આજે તો બચી ગયો છે. એકલો મળશે ત્યારે ખતમ કરી નાખીશ” તેવી ધમકીઓ આપી ફરાર થઇ ગયા હતા. આ અંગે છાપી પોલીસે સરપંચ સહીત 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share