ડીસામાં મકાન માલિક અમદાવાદ ગયો અને અજાણ્યા તસ્કરોએ મકાનમાં હાથફેરો કર્યો

- Advertisement -
Share

મકાન માલિક અમદાવાદ ગયાને તસ્કરો રૂ. 98,400 નો મુદ્દામાલ ચોરી ફરાર

ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલી ઓમ રેસીડેન્સીમાં રહેતો પરિવાર અમદાવાદ ગયોને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 98,400 નો મુદ્દામાલ ચોરી
ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના આર.ટી.ઓ. ચાર રસ્તા ખાતે યેશવી મોટર્સનો વર્કશોપ ધરાવતા અને ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલી ઓમ રેસીડેન્સી ખાતે રહેતાં હીમાંશુભાઇ અમૃતભાઇ પ્રજાપતિ

 

શનિવારે બપોરે પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો હતો.

 

જો કે, રવિવારે વહેલી સવારે હીમાંશુભાઇ પ્રજાપતિનું ઘર ખુલ્લુ જોઇ સામે રહેતાં અશોકભાઇ બ્રાહ્મણે જાણ કરતાં તાત્કાલીક ડીસા આવી તપાસ કરતાં તસ્કરોએ મકાનનો પાછળનો દરવાજો તોડી તિજોરીમાં પડેલ

 

માલ-સામાન વેર વિખેર કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 98,400 નો મુદ્દામાલ ચોરી પલાયન થઇ ગયા હતા.
આ અંગે મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. એસ.એમ.પટણી ચલાવી રહ્યા છે.
– 2 તોલા સોનાની ચેન (કિંમત રૂ. 40,000)
– દોઢ તોલા સોનાની ચેન (કિંમત રૂ. 30,000)
– 5 ગ્રામ સોનાની કાનની શેર (કિંમત રૂ. 15,000)
– 70 ગ્રામ ચાંદીની લક્કી (કિંમત રૂ. 2,100)
– ચાંદીના કડા નંગ-2 (કિંમત રૂ. 300)
– 100 ગ્રામ ચાંદીનો કેડનો જુડો (કિંમત રૂ. 3,000)
– રૂ. 8,000 રોકડ મળી કુલ રૂ. 98,400

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!