લાખણીના વાસણામાંથી બોગસ તબીબ ઝડપાયો, એલોપેથિક દવાનાં જથ્થા સહિત તબીબની અટકાયત

- Advertisement -
Share

લાખણીના વાસણા ગામ ખાતેથી છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો તબીબી લાયકાતનું સર્ટી ન હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરતો હતો જે બાદ આજરોજ એલોપેથી દવા જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબોના રાફડા ફાટયા છે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તબીબી લાઈસન્સ ન ધરાવતા બોગસ તબીબોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે આજે લાખણીના વાસણા ગામે અકિંચનદાસ દિલ્હીનો રહેવાસી અને બનાસકાંઠાના ગામડામાં ડૉક્ટર બની ખાનગી‌ પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું કે બાદ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતના પગલે આજે લાખણીના વાસણા ગામ ખાતે તપાસ હાથ ધરાઈ હતી ત્યાં તબીબી લાયકાતનુ સર્ટી ન હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું તે બાદ એલોપથી દવાઓનો જથ્થો સહિત અકિંચનદાસ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી જે બાદ આગથળા પોલીસને વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!