દાંતીવાડા પોલીસે રણાવાસમાં પાણીમાં ડૂબતાં યુવકને તરવૈયાઓની મદદથી જીવ બચાવ્યો

- Advertisement -
Share

અંધારામાં પાણીમાંથી બચાવો….બચાવો….ની બૂમો સંભળાતી હતી : પાણીમાં તણાઇ ગયેલું છાપરા ઉપરનું પ્લાસ્ટીકની ટાટ પતરી લેવા પાણીમાં ઉતર્યો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડૂબતાં યુવકને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતાં હોય છે.

ત્યારે ગઇકાલે સાંજના સુમારે દાંતીવાડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં કોઇ યુવક ડૂબે છે તેવી વાત મળતાં તુરંત પોલીસ હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ ધુડસિંહ વાઘેલા અને બાબરસિંહ જગતસિંહ વાઘેલાને લઇને રણાવાસ પહોંચી હતી.

પોલીસ પહોંચી ત્યારે અંધારૂ થઇ ગયું હતું અને પાણીમાંથી બચાવો….બચાવો….ની બૂમો સંભળાતી હતી. જેથી પોલીસે તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડૂબતાં યુવકને બહાર
કાઢી બચાવ્યો હતો. તેનું નામ પૂછતાં કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા જણાવ્યું હતું. જે પાણીમાં તણાઇ ગયેલું છાપરા ઉપરનું પ્લાસ્ટીકની ટાટ પતરી લેવા પાણીમાં ઉતર્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!