ઇલેક્ટ્રીક સ્કૂટર લેતાં ચેતજો : 5 દિવસમાં 4 ઇલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગ્યાના બનાવો બન્યા

- Advertisement -
Share

 

દેશમાં છેલ્લા કેટલાંક દિવસોમાં ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ઓછામાં ઓછી 4 ઘટનાએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ આગ કોઈ એક કંપનીના સ્કૂટરમાં લાગી નથી.

 

 

પરંતુ ઓલા, ઓકીનાવા અને પ્યોર કંપનીઓનાં ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં લાગી છે. જેનાથી ઈલેક્ટ્રીક વાહનો એટલે કે એ.વી.ની સુરક્ષા અંગે સવાલો સર્જાયા છે.

 

 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ સ્કૂટરોની કંપનીઓએ આગ લાગવાનું ત્વરીત કોઈ કારણ ન જણાવતાં આંતરીક તપાસની વાત કરી છે.

 

એવામાં ચાલો, જાણીએ કે કઈ રીતે ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં વધી આગ લાગવાની ઘટનાઓ ? શું છે એનું કારણ ? સરકાર કઈ રીતે આપી રહી છે. દેશમાં ઈલેક્ટ્રીક ગાડીઓને પ્રોત્સાહન ?

 

હાલના દિવસોમાં ઈલેક્ટ્રીક સ્કૂટર કે ઈ-સ્કૂટરોમાં આગ લાગવાની સૌપ્રથમ ઘટના તા. 25 માર્ચે તમિલનાડુના વેલ્લોર જીલ્લામાં બની જ્યારે ઓકીનાવા કંપનીના ઈ-સ્કૂટરને રાતે ચાર્જિંગ માટે મૂક્યા પછી અચાનક એમાં આગ લાગી હતી.

 

આનાથી એક 45 વર્ષિય વ્યક્તિ અને તેની 13 વર્ષિય પુત્રીનું ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ ગણાવ્યું હતું.

 

બીજી ઘટના તા. 26 માર્ચે પૂણેમાં થઈ જ્યાં ઓલાના એસ-1 પ્રો ઈલેક્ટ્રીક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી એનો વિડીયો ઓનલાઈન વાઇરલ થયો હતો. ઓલા એસ-1 પ્રોને કંપનીએ ગત વર્ષે લોન્ચ કર્યું હતું.

 

ત્રીજી ઘટના તા. 28 માર્ચે તામિલનાડુના તિરુચિરાપલ્લી જીલ્લાના મણપ્પરાઈમાં બની હતી. જ્યાં લાલ રંગના ઓકીનાવા ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

 

ચોથી ઘટના તા. 30 માર્ચે તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં થઈ હતી. જ્યાં હૈદરાબાદના સ્ટાર્ટઅપ પ્યોરના ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

 

આ ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પરંતુ રીપોર્ટ્સના અનુસાર તેનું સૌથી મુખ્ય કારણ છે આ સ્કૂટરોની બેટરીઓ છે.

 

વાસ્તવમાં એમાંથી વધુ ઈ-સ્કૂટરોમાં આગ લાગ્યા પછી એની બેટરીઓમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આથી બેટરીને કારણે આગ લાગવાની સંભાવનાઓને જોર આપ્યું.

 

આખરે બેટરીના કારણથી આ ઈ-સ્કૂટરોમાં આગ કેવી રીતે લાગી ? એને સમજવા માટે ઈ-સ્કૂટરોમાં ઉપયોગ થનારી બેટરીઓને સમજવી જરૂરી છે.

 

ઈ-સ્કૂટરોમાં લિથિયમ-આયન બેટરીઓનો ઉપયોગ થાય છે. આજકાલ દુનિયાભરમાં સ્માર્ટફોનથી લઈને લેપટોપ અને ઈલેક્ટ્રીક કારથી લઈને સ્માર્ટ વોચ સુધીમાં આ જ બેટરીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

 

આ બેટરીઓ અન્ય બેટરીઓની તુલનામાં વધુ તાકાતવર અને હળવી માનવામાં આવે છે. જો કે, આ બેટરીઓથી આગ લાગવાનું પણ જોખમ રહે છે. જેમ કે, ઈ-સ્કૂટરોમાં હાલના દિવસોમાં નજરે પડયું છે.

 

જે ખાસ વાતો લિથિયમ-આયન બેટરીઓને અન્ય બેટરીઓની તુલનામાં ઉત્તમ બનાવે છે. એ હળવી હોવી હાઈ એનર્જી ડેન્સિટી અને રીચાર્જ કરવાની ક્ષમતા. આ સાથે જ લિથિયમ-આયન બેટરીઓ લેડ એસિડ બેટરીઓની તુલનામાં વધુ લાંબા સમય સુધી ચાલે છે.

 

એક લિથિયમ-આયન બેટરી સામાન્ય રીતે 150 વોટ-ઓવર્સ પ્રતિ કિલોગ્રામ સ્ટોર કરી શકે છે. જ્યારે લેડ-એસિડ બેટરી સામાન્ય રીતે લગભગ 25 વોટ-ઓવર્સ પ્રતિ કિલોગ્રામ સ્ટોર કરી શકે છે.

 

બેટરીમાં સ્ટોર થઈ શકનારી એનર્જીને એની પાવર કેપેસિટી કહે છે. એનાથી બેટરીની ક્ષમતા માપે છે. આ પાવરને સામાન્ય રીતે વોટ-ઓવર્સમાં વ્યક્ત કરે છે.

 

વાસ્તવમાં વોટ-ઓવરને સરળ શબ્દોમાં સમજીએ તો એક લિથિયમ-આયનની 1 કિલોગ્રામ બેટરીમાં 150 વોટ-ઓવરની ઈલેક્ટ્રી સિટી સ્ટોર થઈ શકે છે. જ્યારે એક લેડ-એસિડ બેટરીની 1 કિલોગ્રામ બેટરી 25 વોટ-ઓવરની ઈલેક્ટ્રી સિટી જ સ્ટોર કરી શકે છે.

 

એટલે કે જેટલી ઈલેક્ટ્રી સિટી 1 કિલોગ્રામની લિથિયમ-આયર્ન બેટરી સ્ટોર કરી શકે છે. એટલી એનર્જી માટે એસિડ-લેડ બેટરીની 6 કિલોગ્રામ બેટરીની જરૂર પડશે.

 

આનો મતલબ છે કે, લિથિયમ-આયન બેટરીઓ અન્ય બેટરીઓની તુલનામાં વધુ એફિશિયન્ટ હોય છે. એટલે કે લિથિયમ-આયર્ન બેટરીઓથી સજ્જ ઈલેક્ટ્રીક કાર કે સ્કૂટરને વધુ સમય સુધી ડ્રાઈવ કરી શકાય છે. જ્યારે સ્માર્ટ ફોનમાં આ બેટરીઓના ઉપયોગથી તેની બેટરી લગભગ સમગ્ર દિવસ ટકશે.

 

લિથિયમ-આયન બેટરીઓની સૌથી મોટી ખાસિયત હાઈ એનર્જી ડેન્સિટી છે. એટલે કે સામાન્ય બેટરીઓથી વધુ એનર્જી. પરંતુ આ જ બેટરીમાં ખરાબીનું કારણ પણ હોઈ શકે છે.

 

જાણકારો અનુસાર, આ બેટરીઓની હાઈ એનર્જી ડેન્સિટીનો અર્થ છે કે, આ સેલ કેટલીક પરિસ્થિતિઓમાં અસ્થિર થઈ શકે છે. જે એની કાર્ય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

 

એક્સપર્ટ્સ માને છે કે, લિથિયમ-આયન બેટરીઓ એક સુરક્ષિત ઓપરેટિંગ લિમિટની અંદર જ સૌથી સારું કામ કરે છે. આ બેટરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બી.એમ.એસ. હોય છે.

 

બી.એમ.એસ. એક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે. જે લિથિયમ-આયન બેટરી પેકમાં દર સેલ સાથે જોડાયેલી છે. બી.એમ.એસ. સતત બેટરીના વોલ્ટેજ અને એમાં ફ્લો થનારા કરંટને માપતું રહે છે.

 

આ સાથે જ બી.એમ.એસ. અનેક ટેમ્પરેચર સેન્સરથી લેસ થાય છે. જે તેને બેટરી પેકથી વિવિધ સેક્શનમાં ટેમ્પરેચર વિશે જાણકારી આપે છે.

 

આ બધા ડેટા બી.એમ.એસ.ને બેટરી પેકના અન્ય પેરામીટર્સના કેલ્ક્યુલેશનમાં મદદ કરે છે. જેમ કે ચાર્જિંગ અને ડીસ્ચાર્જિંગ રેટ, બેટરી લાઈફ સાઇકલ ચક્ર અને એફિશિયન્સી. બી.એમ.એસ. જો યોગ્ય રીતે કામ ન કરે તો બેટરીમાં આગ લાગવા જેવી ઘટનાઓ સંભવ છે.

 

ઓલા, ઓકિનાવા અને પ્યોર કંપનીઓનાં ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાના વાસ્તવિક કારણનો હજુ ખ્યાલ આવ્યો નથી. આ સ્કૂટર સાથે જોડાયેલી કંપનીઓએ કહ્યું છે કે, તેઓ મામલાની તપાસ કરી રહી છે.

 

તામિલનાડુમાં ઓકિનાવાના ઈ-સ્કૂટરમાં આગ લાગ્યા પછી કંપનીએ કહ્યું હતું કે, એના પ્રાથમિક અંદાજ પ્રમાણે, સ્કૂટરમાં આગ લાગવાને કારણે ચાર્જિંગમાં બેદરકારીને કારણે થયેલી શોર્ટ-સર્કિટ છે.

 

ઈન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે, ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનાં અનેક કારણો હોઈ શકે છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, બાહ્ય ડેમેજ કે બી.એમ.એસ.માં ખામીથી આ બેટરીઓમાં આગ લાગવાનું જોખમ પેદા થઈ શકે છે.

 

ઈલેક્ટ્રીક વાહનોના નિર્માતા આ બેટરીઓને મોટી સંખ્યામાં ચીનથી આયાત કરે છે. જ્યાંથી ખરાબ બી.એમ.એસ ક્વોલિટીવાળી બેટરીઓ આવે છે. જેનાથી એમાં આગ લાગવા સહિત અનેક મુશ્કેલીઓ આવે છે.

 

statista ના રીપોર્ટ અનુસાર, ચીન 2021 માં દુનિયામાં લિથિયમ-આયર્ન બેટરીઓનું સૌથી મોટું મેન્યુફેક્ચરર હતું અને આ દરમિયાન દુનિયાની 79% લિથિયમ-આયર્ન બેટરીઓ ચીનમાં બનાવાઈ હતી.

 

કેટલાંક એક્સપર્ટ્સ અનુસાર, આનું કારણ થર્મલ રનઅવે છે. થર્મલ રનઅવે પ્રક્રીયા બેટરીમાં વધુ તાપમાનને કારણે શરૂ થાય છે. આ ત્યારે થાય છે.

 

જ્યારે બેટરીની અંદર પેદા થયેલું તાપમાન એની આસપાસના ટેમ્પરેચરથી વધુ હોય છે. એનાથી વધુ એનર્જી રિલીઝ થાય છે. જે ટેમ્પરેચરને વધુ વધારી દે છે. જેનાથી બેટરીમાં આગ લાગી શકે છે.

 

ભારત જેવા દેશમાં જ્યાં તાપમાન 45 ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે. ત્યાં થર્મલ રનઅવેને કારણે બેટરીઓનું ટેમ્પરેચર 90-100 ડીગ્રી સુધી પહોંચી શકે છે.

 

જેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે. ભારતને ધ્યાનમાં રાખીને નથી ડીઝાઈન કરાઈ અને વિદેશોથી આયાત બેટરીઓને કારણે આગ લાગવા જેવી સમસ્યાઓ સામે આવે છે.

 

એક્સપર્ટ્સ માને છે કે, એનાથી બચવા માટે આ બેટરીઓને ભારતના વાતાવરણને ધ્યાનમાં રાખીને દેશમાં જ બનાવવી જોઈએ.

 

જાણકારોના અનુસાર, એનું એક કારણ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે બી.એમ.એસ. ની ખરાબી પણ છે. બી.એમ.એસ. ખરાબ ક્વોલિટીની હોવાથી બેટરી સ્ટોરેજ સિસ્ટમ મોનિટરિંગ અને સેફ્ટી ટેક્નિકમાં મુશ્કેલી આવે છે.

 

જેનાથી બેટરી ઓવર ચાર્જિંગ, ઓવર-ડીસ્ચાર્જિંગ, ઓવરહીટિંગ, સેલ અનબેલેન્સિંગ, થર્મલ રનઅવે અને આગ લાગવા જેવી મુશ્કેલીઓ સામે આવી શકે છે.

 

ઈલેક્ટ્રીકલ વ્હીકલમાં આગ લાગવાના કારણોને લઈને ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવનને પૂછ્યું, તો તેમણે કહ્યું, “ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ ચીનથી આવનારી ખરાબ ક્વોલિટીની બેટરીઓ છે. જે સર્ટીફાઇડ પણ હોતી નથી.’ તેમણે કહ્યું, “આનું એક કારણ રેપિડ કે યોગ્ય રીતે ચાર્જિંગ ન કરવું એ પણ છે.”

 

ઈલેક્ટ્રીક વ્હીકલમાં આગ લાગવાના સૌથી મોટા કારણોમાં બેટરીઓ જ હોય છે. માત્ર ઈલેક્ટ્રીક નહીં, પણ ડીઝલ-પેટ્રોલવાળી ગાડીઓમાં પણ લાગતી આગમાં 5-8% પણ બેટરીઓનું કારણ હોય છે.

 

જ્યારે એક દેશની ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની એથર એનર્જીના ફાઉન્ડર તરુણ મહેતાએ કહ્યું હતું કે, મેન્યુફેક્ચરર પ્રોડક્ટ્સને ડીઝાઈન કરવામાં પૂરતો સમય આપી રહ્યા નથી અને સરકારી સંસ્થાઓ દ્વારા બનાવાયેલા ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી તમામ પરિસ્થિતિઓને યોગ્ય રીતે ટેસ્ટ કરવા માટે કદાચ પર્યાપ્ત નથી.

 

દુનિયામાં Li-ion બેટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ પર નજર નાખીએ તો અમેરિકા અને ચીનમાં ટેસ્લાની અનેક કારોમાં આગ લાગવાના મામલા સામે આવી ચૂક્યા છે. જો કે, એના કોઈ નક્કર કારણ સામે આવ્યા નથી.

 

2016 માં સેમસંગ નોટ-7 માં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે કંપનીએ તેના માટે મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટની વાત માનતા હજારોની સંખ્યામાં ફોન પર મગાવી લીધા હતા.

 

કેટલીક વાતોનો ખ્યાલ રાખીને કન્ઝ્યુમર્સ ઘણા ખરા અંશે આગ લાગવા જેવા જોખમ ટાળી શકે છે.ઈલેક્ટ્રીક વ્હીકલને માત્ર ઈલેક્ટ્રીક વ્હીકલ મેકર દ્વારા રેકમન્ડ ચાર્જરથી જ ચાર્જ કરો.

 

પોતાના ઈલેક્ટ્રીક વ્હીકલને ઘણા સમય સુધી તડકામાં પાર્ક ન કરો.ચાર્જિંગના સમયે સાવધાન રહો, પ્રથમવાર ચાર્જિંગ અગાઉ પ્રોસેસ સમજવા માટે એક્સપર્ટની મદદ લો. ઈલેક્ટ્રીક વ્હીકલના ઓવર ચાર્જિંગથી બચો.

 

ચાર્જિંગ માટે સારા સોકેટ અને પ્લગનો ઉપયોગ કરો. ભેજ ચાર્જર અને બેટરી બંને માટે ખતરનાક છે. જેથી પોતાના ઈલેક્ટ્રીક વ્હીકલને એનાથી બચાવો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!