વાવ થરાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત

- Advertisement -
Share

વાવ થરાદ હાઇવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાઈકચાલકનું મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વાવ થરાદ હાઇવે પર ટ્રક ચાલકે પૂર ઝડપે ડ્રાઇવિંગ કરી બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ટ્રકની ટક્કરે બાઇકચાલક ફંગોળાયો હતો.

અકસ્માતની ઘટનાને લઇને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!