ડીસાના રમુણમાં શાળાને કરાઈ તાળાબંધી : ગ્રામજનોના આચાર્ય પર જાતિવાદ ફેલાવના આક્ષેપ

- Advertisement -
Share

ડીસાના રમુણ ગામે શાળાના આચાર્યના ખરાબ વર્તનથી ગ્રામજનો રોષે ભરાયા. આચાર્ય બે ગામ વચ્ચે જાતિવાદ ફેલાવવાના હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે જેને લઈને આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી તાત્કાલિક ધોરણે આચાર્યને હટાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
એક તરફ સમગ્ર ગુજરાતમાં શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાઇ રહ્યો છે તો‌ બીજી તરફ શાળાઓમાં તાળાબંધીના પણ બનાવો સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રમુણ ગામે આચાર્યના વર્તનથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે.
ગ્રામજનો જણાવી રહ્યા છે કે, રમુણ ગામ ખાતે આવેલ શાળામાં ફરજ બજાવતા આચાર્ય જાતિવાદ ફેલાવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તેમજ આચાર્ય શિક્ષકો સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યા હોય તેવું પણ જણાવી રહ્યા છે.
જેથી આજે રમુણ ગામના ગ્રામજનો શાળાના આચાર્યથી રોષે ભરાયા હતા અને શાળામાં આજે તાળાબંધી કરી છે ગ્રામજનોએ માંગ કરી છે કે શાળાના આચાર્ય હેમલતાબેનને હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને શાળાબંધી રાખવાની ગામ લોકોએ ચીમકી પણ ઉચારી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર આ સમગ્ર ઘટનાની જાણ કરાતા તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને તપાસમાં જે પણ બહાર આવશે તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!