વડગામના ગીડાસણથી વેસા તરફ બની રહેલ રોડમાં ગેરરીતિના આક્ષેપ : લોકોનો હોબાળો

- Advertisement -
Share

વડગામના ગીડાસણથી વેસા ગામ તરફ આર.સી.સી રોડ પર ફરીથી ડામરનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરાતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે લોકોએ હોબાળો કર્યો હતો. જેને લઇ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા.

 

વેસા ગામે આરસીસીના માર્ગ પર ફરીથી ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. બની રહેલ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે ગામલોકોએ હોબાળો કર્યો હતો. જેથી આરએન્ડબીના અધિકારીને જાણ થતા તાલુકા પંચાયતના એસો સ્થળ પર દોડી આવી કામગીરી ચેક કરી હતી. મોઇદ્દીનએ જણાવ્યું હતું કે, અહીંયા પહેલાં આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો તે માર્ગમાં વરસાદી પાણીનું વહેણ જાય છે તેજ માર્ગમાં ડામરનું કામ મંજુર કરવામાં આવ્યું હતું.
જેના કારણે ચોમાસામાં તે રોડ તૂટી શકે છે. હાલમાં જે કામગીરી થઈ રહી છે તે કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા.’ આર એન્ડબીના અધિકારીએ જણાવ્યું હતું કે, આરસીસીનો રોડ મંજુર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ ડામર રોડ મંજુર કરવામાં આવ્યો હતો.
સ્થળ પર તાલુકા પંચાયતના એસો તેમજ કોન્ટ્રાક્ટર જોવા મળ્યા ન હતા તેમજ આ બાબતે આરએન્ડબી કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સીએમનો કાર્યક્રમ હોવાથી કર્મચારીઓ ત્યાં હતા તેમજ એસો જમવા ગયા હતા તેમ કહી કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!