થરાદની જેતડા પ્રા.શાળાના દરવાજે ભરાતાં પાણીથી છાત્રોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

સરપંચ અને તલાટીને રજૂઆત છતાં કોઇ પ્રશ્ન હલ થતો નથી

 

થરાદના જેતડા ગામમાં ધો. 1 થી 8 ની પ્રાથમિક શાળામાં 440 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના દરવાજા પાસેનો ભાગ નીચાણવાળો હોવાના કારણે જેતડા ગામમાંથી આવતું ગટરનું ગંદુ અને
પાઇપ લાઇનમાં લીકેજ હોવાના કારણે ચોખ્ખુ પાણી શાળાના દરવાજા આગળ જ એકઠું થવા પામે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના દિવસોમાં અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ અંગે ગામના યુવાનોએ જણાવ્યું હતું કે, ‘ગામની ગટરલાઇનનું અને વરસાદી પાણી શાળા નજીક નીકળે છે. આથી ગામમાં સામાન્ય વરસાદ પડે તો પણ શાળા આગળ પાણીનો ભરાવો થાય છે.
ગ્રામ પંચાયતના સરપંચનું ધ્યાન દોરવામાં આવતાં સરપંચ અને તલાટી કમમંત્રીએ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.પણ કોઈ કાર્યવાહી ન થતાં રોષ ફેલાયો છે.’

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!