ડીસા તાલુકાના જુનાડીસા ગ્રામ પંચાયતમાં ચાલતી લાલીયાવાડી બહાર આવી

- Advertisement -
Share

સરકાર દ્વારા પ્રજાલક્ષી કામોને લોકો સુધી પહોંચી રહે તે માટે અનેક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

[google_ad]

 

ત્યારે 2017માં ગુજરાત સરકાર દ્વારા ડીસા તાલુકાની વધુ જનસંખ્યા ધરાવતી ગ્રામ પંચાયતોને ઠંડુ પીવાનું પાણી અરજદારોને મળી રહે તે માટે વોટર કુલર ફીજની ફાળવવામાં આવ્યા હતાં જેમાંથી એક વોટર કુલર ફ્રિજ જુનાડીસા ગ્રામ પંચાયતને 2017માં ફાળવવામાં આવ્યો હતું પરંતુ જુનાડીસા ગ્રામ પંચાયતના સત્તાધીશો અને આ દિવસે વોટર કુલર ફ્રિજ ચાલુ કરવાનો ટાઈમ મળતો ન હોય આજે સરકાર દ્વારા હજારના ખર્ચે ફાળવવામાં આવેલો વોટર કુલર ફ્રિજ શોભાના ગાંઠિયા બની ધુળ ખાઈ રહ્યું છે.

[google_ad]

 

જુનાડીસા ગ્રામ પંચાયતના સત્તાધીશોને આવડી મોટી લાલિયાવાડી બહાર આવી છે ક્યારે અંદાજ લગાવી શકે છે કે જુનાડીસા ગ્રામ પંચાયતમાં વહીવટ કેવો રીતે ચાલતો હશે 2017માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલો વોટર કુલર ફ્રિજને શોભાના ગાંઠિયા સમાન બની રહી હોય તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વોટર મશીનને જુનાડીસા ગ્રામ પંચાયતની જરૂર નહિ હોય તો ડીસા તાલુકા પંચાયત હસ્તક લેવાનું જણાવ્યું હતું.

[google_ad]

 

પરંતુ પ્રજાલક્ષી યોજનાનો જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા અમલ કરવામાં નથી આવ્યો ત્યારે જુના ડીસા ગ્રામ પંચાયત સામે સરકાર દ્વારા કે જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થયો છે જ્યારે શનિવારના દિવસે પણ જુનાડીસા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હાજર જોવા મળ્યા ન હતા.

[google_ad]

 

જ્યારે તલાટી હાજર ન હોવાનું જણાઈ આવતા તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક કોન્ટેક કરતા તલાટી કમ મંત્રી દ્વારા પોતાનો રજા ચિઠ્ઠી આપી ન હોવાનું જણાવ્યું હતું જેનાથી સરકારી પગાર મેળવતા તલાટી કમ મંત્રી પોતાની મનમાની ચલાવી અને શનિવારના દિવસે રજા મૂક્યા વગર પોતાના વતન નીકળી ગયા હતા જે સાબિત થાય છે.

[google_ad]

 

ત્યારે જુનાડીસા ગ્રામ પંચાયતમાં તલાટી પોતાની મનમાની ચલાવતા હોય તેવું અને લાલીયાવાડી ચલાવતા હોય તેવો સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે નવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા તલાટી કમ મંત્રીઓને પોતાની ફરજનું ભાન કરાવે તે ખુબ જરૂરી બની ગયું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!