થરામાં SBI બેન્કમાંથી ખેડૂતના 5,52,000 રૂપિયા નજર ચૂકવી લઈ ગઠિયો ફરાર

- Advertisement -
Share

કાંકરેજના થરા ખાતે આવેલ SBI બેન્કમાંથી એક ખેડૂતની નજર ચૂકવી પાંચ લાખ બાવન હજાર રૂપિયાની થેલી લઈ અજણાયો ગઠિયો ફરાર થઈ જતા ખેડૂતે થરા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમ દિન-પ્રતિદિન વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે આજે કાંકરેજના થરા વિસ્તારમાં એક અજાણ્યો ગઠિયો ખેડૂતની નજર ચૂકવી પૈસા ભરેલ થેલી લઇ ફરાર થઇ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નેકોઈ ગામના વાલજી ઠાકોર નામના ખેડૂત આજે કાંકરેજના થરા ખાતે આવેલ એસબીઆઇ બેન્કમાં પાંચ લાખ બાવન હજાર રૂપિયા થેલીમાં લઈ બેંકમાં ઉભા હતા. તે દરમિયાન પૈસાની થેલીને એક અજાણ્યો ગઠિયો ખેડૂતની નજર ચૂકવી ત્યાંથી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
SBI બેન્કમાંથી પૈસા લઈ ફરાર થતાં બેંકની સલામતી પર પણ અનેક સવાલો ઊભા થયા હતા આ ઘટનાને લઇ ખેડૂત વાલજી ઠાકોરે થરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ થરા પોલીસ મથકના પી.એસ.આઇ જાડેજાએ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ થરા વિસ્તારમાં આ ચોરીની ઘટના બીજી વાર બનવા પામી હોવાથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે પોલીસની નિષ્ક્રિયતાથી ચોરીઓના બનાવો વધી રહ્યા હોવાનું સ્થાનિક લોકોમાં હાલ ચર્ચાઈ રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!