ડીસાના થેરવાડામાં આવેલ ખેત તલાવડીનું શંકરભાઈના હસ્તે લોકાર્પણ કરાયું

- Advertisement -
Share

આજે પાણીની સમસ્યા ખુબ વિકટ બનતી જઈ રહી છે. પાણી એ સહિયારી સમસ્યા છે. એટલે એનું સમાધાન પણ સૌ માટે થાય એ ખુબ જરૂરી છે. એવામાં અણદાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી 125 કરતા વધારે ખેત તલાવડીઓ બનાસકાંઠામાં નિર્માણ પામી છે.

અણદાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠાના દરેક ખેડૂતના ખેતરમાં ખેત તલાવડી બને એવો નિર્ધાર કર્યો છે. ત્યારે એવામાં ડીસા થેરવાડાના વતની રમેશભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી.

આ ખેત તલાવડી આજુ બાજુના ગામો માટે પ્રેરણા પૂરી પાડી રહી છે. ખેત તલાવડીનું બાંધકામ પૂર્ણ થતાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો. જે પ્રસંગે શંકરભાઈએ લોકોને પાણી વિશે વિગતવાર ચર્ચા વિચારણા પણ કરી હતી.

 

ખેત તલાવડીના ઉદ્ઘાટન સમયે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, બનાસ મેડિકલના ચેરમેન, બનાસડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, ખેત તલાવડીના સ્થાપક અણદાભાઈ જાટ, ડેલિકેટ થેરવાડા અને આજુ બાજુના ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!