જત્રાખડીમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ડીસામાં ગૌસ્વામી સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

eબીડી અને માચીસ લઇને આવ્યા બાદ આરોપીએ બાળકીને ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની કરપીણ હત્યા કરી

 

રાજ્યમાં તાજેતરમાં ગુનાહીત ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જત્રાખડી ગામમાં ગૌસ્વામી સમાજની 8 વર્ષની બાળકીને બીડી અને માચીસ લેવાના

બહાને દુકાન પર મૂકીને બીડી અને માચીસ લઇને આવ્યા બાદ આરોપીએ બાળકીને ઘરમાં બોલાવીને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની કરપીણ હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ છે.

ત્યારે બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદના પગલે પોલીસે આરોપી ભીમા સોલંકી સામે હત્યા અને બળાત્કારના ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

 

ત્યારે આ ઘટનાના પગલે ગુજરાતમાં વસતા ગૌસ્વામી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. આ ઘટના અંગે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

 

બનાસકાંઠા જીલ્લામાં વસતા ગૌસ્વામી સમાજના લોકોએ ભારે આક્રોશ સાથે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે વિવિધ આવેદનપત્ર આપીને માંગ કરી છે.

 

જેમાં ડીસામાં દશનામ ગૌસ્વામી સમાજના પ્રગતિ મંડળે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

 

જયારે આ ઘટનાના પગલે અન્ય સમાજના લોકો પણ આ દિકરીના હત્યારા સામે ફાંસીની માંગ સાથે આવેદનપત્ર આપવા માટે મહેશપુરી ગૌસ્વામીએ માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!