પી.એમ મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું લોકડાઉનથી દેશને બચાવવાનો છે, લોકોની તબિયત અને અર્થતંત્રનું આરોગ્ય બંને જાળવવા જરૂરી

- Advertisement -
Share

દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું છે. PM મોદીએ દેશમાં કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા અંગે વાત કરી હતી.

મોદીએ કહ્યું કે કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

 

 

મોદીએ કહ્યું કે, ‘ સાથીઓ! મારી વાતને વિસ્તારથી જણાવાત પહેલાં હું દેશના તમામ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશે.

તમે કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તમે આ સંકટને પોતાના પરિવાર, સુખ અને ચિંતાઓને છોડીને બીજાના જીવનમાં બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો.

 

 

આપણાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કઠિનથી કઠિન સમયમાં પણ ધેર્ય ન ગુમાવવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા યોગ્ય નિર્ણય પણ લો, ત્યારે જ આપણે વિજય મેળવી શકીશું. આ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે.’

‘આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી જ વધી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ સેક્ટર, તમામના પૂરતાં પ્રયાસ છે કે દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે.

 

 

ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાઈને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રાજ્યોમાં 1 લાખ નવા સિલિન્ડર પહોંચાડવાના હોય, ઉદ્યોગોમાં ઉપયોગ થનારા ઓક્સિજનને મેડિકલ હોય, ઓક્સિજન રેલ હોય, દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.’

આજે ઉત્પાદન વધારવા માટે તમામ મદદ લઈ રહ્યા છીએ. આપણા દેશની પાસે એટલુ મોટું અને મજબૂત ફાર્મા સેક્ટર છે જે ઝડપથી ઉત્પાદન વધારી રહ્યું છે અને જરૂરિયાતોને પૂરી કરવા તમામ શક્તિ કામે લગાડી રહ્યું છે. ગયા વર્ષે જ્યારે થોડા દર્દીઓ સામે આવ્યા હતા ત્યારથી જ ભારતે કોરોના સામે અસરકારક વેક્સિન માટે તૈયારી શરૂ કરી દીધી હતી.

 

 

આપણા વૈજ્ઞાનિકોએ દિવસરાત એક કરીને વેક્સિન તૈયાર કરી. આજે વિશ્વની સૌથી સસ્તી વેક્સિન ભારતમાં છે. આ પ્રયાસમાં ખાનગી સેક્ટરે ઈનોવેશન અને ટેકનોલોજીનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે.વર્તમાન સમયમાં ભારત બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન સાથે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આની પહેલા સોમવારની વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ડૉકટરોની પ્રશંસા કરી હતી. ગત વર્ષે આ સમયે જ આપણે ડૉકટરોની મદદથી અને દેશની રણનીતિથી કોરોના ઊપર કાબૂ મેળવ્યો હતો. અત્યારે ભારત દેશ કોરોના સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે.

એવામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને તમામ ડૉકટરો પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરીને આ મહામારી સામે લડત આપી રહ્યા છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!