ભાભર સુઈગામ સર્કલ પાસે નેનો કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

- Advertisement -
Share

ભાભર સુઈગામ સર્કલ પર આજે નેનો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સમય સૂચકતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ભાભર સુઇગામ સર્કલ પર આજે નેનો કારમાં અચાનક આગ લાગતાં અફડાતફડી માહોલ સર્જાયો હતો.
કારમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સમય સૂચકતા ડ્રાઇવર નેનો કાર માંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ નેનો કારમાં આગ લાગવાથી નેનો કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!