ડીસાના વિરુણામાં 4 શખ્સોએ મહીલા ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

4 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

ડીસા તાલુકાના વિરુણા ગામમાં રહેતાં શખ્સોએ ગામની જ એક મહીલાને કેમ અમારા વિરુદ્ધ અરજી કરો છો તેમ કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પીડીત મહીલાના પુત્રએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના વિરુણા ગામમાં રહેતાં મુકેશજી કાળાજી પરમાર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

જો કે, ગત તા. 15/06/2022 ના રોજ તેમની માતા દિવાળીબેન સાથે ઘરે હતા. તે દરમિયાન ગામના જ કાનાભાઇ હરદાસભાઇ પરમાર તેમના હાથમાં લાકડી લઇ આવ્યા હતા અને તેમની સાથે પત્ની ગંગાબેન,

 

તેમનો દીકરો વિક્રમભાઇ પણ હાથમાં ધોકો લઇ ત્યાં આવ્યા હતા અને ગંગાબેનને કહેવા લાગેલ કે, કેમ અમારા સબંધી વિરુદ્ધ અરજીઓ આપો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગતાં ગંગાબેન કહેલ કે, અપશબ્દો

 

ના બોલો તેમ કહેતાં આ તમામ ઉશ્કેરાઇ ગયા હતા અને ધોકા અને લાકડી વડે હુમલો કરતાં ઇજાઓના કારણે ગંગાબેન બેહોશ થઇ જમીન ઉપર ઢળી પડયા હતા.

 

આ બનાવના પગલે મુકેશભાઇ બીકના માર્યા છુપાઇ ગયા હતા. ત્યારબાદ આ શખ્સોએ જતાં જતાં કહેવા લાગેલ કે, હવે જો જીવતી રહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા.

 

જો કે, બાદમાં આ બનાવ બાબતે મુકેશભાઇએ તેમના મામા સહીતને જાણ કરતાં દોડી આવી પહોંચતા તેઓ તેમની માતાને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે કાનાભાઇ હરદાસભાઇ પરમાર,ગંગાબેન કાનાભાઇ પરમાર, વિક્રમ કાનાભાઇ પરમાર અને દિનેશભાઇ કાનાભાઇ પરમાર (તમામ રહે. વિરુણા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!