અમીરગઢ-પાલનપુર હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં એક યુવકનું મોત : એક યુવક ઘાયલ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ-ઇકબાલગઢ હાઇવે વચ્ચે રવિવારે રાત્રે એક બાઇક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આબુ રોડ પાલનપુર નેશનલ હાઇવે પર અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે રવિવારે રાત્રે એક બાઇક સવારને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

આ બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જેલ અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!