એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં આવેલી એક ખેતી લાયક જમીનને બીનખેતીમાં ફેરવવા માટેનો દાખલો મેળવવા અરજદારે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.

 

 

જે અરજીને લઇ ગામના તલાટી કમમંત્રીએ દાખલો આપવા માટે લાંચની માંગણી કરતાં બુધવારે તલાટીને એ.સી.બી. ની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના અંભેટીમાં રહેતાં એક જમીન માલિકે પોતાની ખેતી લાયક જમીનને બીન ખેતીલાયક જમીનમાં બદલવા દાખલો મેળવવા અરજી કરી હતી.

 

 

જે ખેતીની જમીનને બીનખેતી કરાવવા દાખલો આપવા અંભેટી ગામના તલાટી કમમંત્રી સ્નેહલ જેસિંગભાઇ પટેલે અરજદાર પાસે રૂ. 30,000 ની લાંચની માંગણી કરી હતી.

 

જે પૈકી રૂ. 20,000 જે તે દિવસે ફરિયાદી પાસેથી સ્નેહલ પટેલે સ્વીકાર્યાં હતા અને બાકીના રૂ. 10,000 આરોપીએ તા. 6 એપ્રિલના રોજ આાપી જવા જણાવ્યું હતું.

 

જે અંગે અરજદાર લાંચની રકમ રૂ. 10,000 આપવા માંગતાં ન હોય જેથી ફરિયાદીએ એ.સી.બી. ની ટીમનો સંપર્ક કરી કપરાડા તાલુકાના અંભેટી ગામના તલાટી કમમંત્રી સામે ફરિયાદ આપી હતી.

 

જે ફરિયાદના આધારે નવસારી એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચીયા તલાટીને ગ્રામ પંચાયત ઓફીસ બહાર લાંચ સ્વીકારતાં ઝડપી પાડયો હતો.

 

એ.સી.બી.ના લાંચના છટકા દરમિયાન અંભેટી ગામના તલાટી કમમંત્રીને લાંચ સ્વીકારતાં ઝડપી પાડી એ.સી.બી.ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!