ડીસા શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની થઇ ઉઠાંતરી

- Advertisement -
Share

ડીસા શહેરમાં આવેલ શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા પામી છે.

 

જીલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા શાકમાર્કેટમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. આ અંગેની વિગત જોઇએ તો, ડીસાના ધુળીયા કોર્ટ, વીરકૃપા સોસાયટીમાં રહેતાં અશોકભાઇ હરજીભાઇ માળી ડીસા શાકમાર્કેટમાં ભાડાથી દુકાન લઇ વેપાર કરે છે.

 

તેઓ પોતાનું બાઇક લઇ શાકમાર્કેટમાં આવેલ ખુલ્લી જગ્યામાં દુકાન આગળ પાર્ક કરેલ હતું. જ્યારે રાત્રીના 8 વાગે પરત આવી પાર્ક કરેલ જગ્યાએ બાઇક ન મળી આવતાં તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી. જ્યારે બાઇક મળી ન આવતાં કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવા અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!