ડીસા સહીત દેશભરમાં 15થી વધુ સ્થળે 53 કરોડની ઠગાઈ બાબતે CBIના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ

- Advertisement -
Share

રાજસ્થાન, પ.બંગાળ, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં શુક્રવારે સી.બી.આઇના ઓચિતા દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જયારે દેશભરમાં 15થી વધુ સ્થળો પર સી.બી.આઇ. ના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જયારે પોટાશની ગેરકાયદેસર નિકાસ અને ઔદ્યોગિક મીઠાની નિકાસ કરતાં વેપારીઓ સામે સી.બી.આઇ. એ 15 શખ્સો સામે ગુનો નોધ્યો છે.

 

રાજસ્થાન, પ.બંગાળ, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં શુક્રવારે સી.બી.આઇ. ના ઓચિતા દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં સી.બી.આઇ.ના અધિકારીઓએ ગાંધીધામમાં ભવાની રોડલાઇન્સ પર ઓચિતી તપાસ હાથ ધરી છે. જેમાં વડોદરામાં સી.બી.આઇ.ના અધિકારીઓએ કુસુમ ટ્રેડર્સમાં તપાસ હાથ ધરી છે. જયારે કુસુમ ટ્રેડર્સના માલિક નીતિન શાહ છે.

 

જયારે ડીસામાં સી.બી.આઇ. ના અધિકારીઓએ ઓચિતો દરોડો પાડી શરદ એગ્રો સેન્ટરની તપાસ હાથ ધરી છે. જયારે શરદ એગ્રો સેન્ટરના માલિક શરદ કક્કડ માલિક છે. જયારે દેશભરમાં 15થી વધુ સ્થળો પર સી.બી.આઇ.ના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

જયારે પોટાશની ગેરકાયદેસર નિકાસ અને ઔદ્યોગિક મીઠાની નિકાસ કરતાં વેપારીઓ સામે સી.બી.આઇ. એ 15 શખ્સો સામે ગુનો નોધ્યો છે. પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી હોય છે. ત્યારે રૂ 52.8 કરોડની સબસીડીની ઠગાઇ વેપારીઓએ આચરી છે. જયારે એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!