ACBની સફળ ટ્રેપથી મામલતદાર કચેરીના મહિલા કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

નવસારીની ચીખલી મામલતદાર કચેરીમાં મહિલા કારકુન લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. અરજી સામે એક હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ થવાનું નામ લેતો નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનેક પ્રયત્નો છતાં પણ ભ્રષ્ટાચારમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક બનાવ નવસારી જિલ્લામાં પણ સામે આવ્યો છે. જેમાં એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા એક હજાર રૂપિયાની લાંચ માંગવાના ગુનામાં એક મહિલા ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસ્વીર

ચીખલી તાલુકાની મામલતદાર કચેરીમાં કારકુન તરીકે કાર્યરત શેહાના ઇમ્તિયાઝ મિર્ઝા એક જાગૃત નાગરિક પાસે 1 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. જેમાં કેસની વિગત જોઈએ તો ફરીયાદીની વડીલોપાર્જીત જમીન આલીપોર ગામ ખાતે આવી છે. જમીનનાં બ્લોક તથા સર્વે નંબરોની જુના ગણોત નિકાલ કેસોની હુકમની નકલની જરૂર હતી.

પ્રતીકાત્મક તસ્વીર

અરજીના હુકમો આપવાનાં અવેજ પેટે આ કામનાં આરોપી મહિલા કારકુર્ને ફરીયાદી પાસેથી રૂપિયા 1 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી 1 હજારની લાંચની માંગણી કરી હતી અને રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!