ડીસામાં રખડતી ગાયો અને આખલાઓના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવવા ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે

ડીસામાં રસ્તા પર રખડતા ઢોરોના કારણે દિન-પ્રતિદિન વધી રહેલા અકસ્માતોના બનાવ નિવારવા રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ રાખવા અથવા તેમના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવી અકસ્માતોનું
નિવારણ થાય તેવા પ્રયાસો કરવા ડીસાની સિકુરામ સેવા સંગઠન અને જીવદયાપ્રેમીઓએ બુધવારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી માંગ કરી છે.

ડીસા સહીત રાજ્યભરમાં રસ્તા પર રખડતા ઢોરોના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં હજારો લોકોએ પોતાના જાન ગુમાવે છે.

 

જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રખડતા ઢોરોને પકડવા મુદ્દે સરકાર દ્વારા કોઇ નક્કર કામગીરી કરાતી નથી.

 

સ્થાનિક લેવલે નગરપાલિકાઓ પણ પોતાની પાસે ઢોરવાડા કે અન્ય જગ્યાઓ ન હોવાનું બહાનું બતાવી હાથ ઉંચા કરી દે છે. ત્યારે આવા રખડતા ઢોરો અને આખલાઓના કારણે થતાં અકસ્માતો નિવારવા ડીસાના
જીવદયાપ્રેમીઓના બનેલા સિકુરામ સેવા સંગઠન દ્વારા જીલ્લા કલેક્ટર, નાયબ કલેકટર, ચીફ ઓફીસર અને મામલતદારને આવેદનપત્ર આપી રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરાય અથવા રખડતા ઢોરોના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવવાની માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!