વડગામમાં વરસાદી ઝાપટું પડયું : ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

જીલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો : અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી

 

રાજ્યમાં હાલ હવામાનની આગાહી મુજબ અનેક જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

જીલ્લામાં એક દિવસ બાદ ફરી બુધવારે અનેક પંથકમાં વરસાદી ઝાપટું પડયું હતું. વડગામમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
એક દિવસના વિરામ બાદ ફરી બનાસકાંઠા જીલ્લામાં વરસાદી વાતાવરણ થતાં વડગામ સહીત આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારે જ વરસાદી ઝાપટું પડયું હતું. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જીલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જીલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

 

પ્રથમ વરસાદમાં જીલ્લાના કેટલાંક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર મગફળી અને બાજરી જેવા પાકોમાં નુકસાનની ભીતિ પણ સેવાઇ રહી હતી. પ્રથમ વરસાદ બાદ એક દિવસ વરસાદ બંધ રહ્યો હતો.
જો કે, બુધવારે ફરી વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જેમાં વડગામ તાલુકાના અનેક વિસ્તારોમાં બુધવારે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!