ધાનેરામાં ડીઝલ ન મળતાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતારો જામી

- Advertisement -
Share

ડીઝલ અને પેટ્રોલ આવતું ન હોવાથી અમારે ત્યાં ભીડ 4 ઘણી વધી

 

ધાનેરા તાલુકામાં ડીઝલ અને પેટ્રોલ પંપો ઉપર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મંગળવારે જ્યાં ડીઝલ દેખાય ત્યાં વાહન ચાલકોની કતારો જોવા મળી હતી. સરકાર દ્વારા ડીઝલ અને પેટ્રોલમાં ભાવ ઘટાડવામાં આવતાં તમામ કંપનીઓના પંપો ઉપર ડીઝલ અને પેટ્રોલ પૂરતા પ્રમાણમાં આવતું ન હોવાથી લોકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.
આ અંગે કિસાન સંઘના પ્રમુખ વિરમાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આ સરકારમાં તમામ લોકોનો મરો છે. સરકાર અચ્છે દિનની વાત કરીને આવી હતી. આજે અચ્છે દિન તો ન આવ્યા પણ બુરે દિન શરુ થઇ ગયા છે.’
હાલ ક્યાંય ડીઝલ પણ મળતું નથી અને બીજી તરફ તમામ ભાવ વધારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે પેટ્રોલ પંપના મેનેજર જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘પૂરતા પ્રમાણમાં માલ ન આવતો હોવાથી આ સમસ્યા ઉભી થવા પામી છે.
રીલાયન્સ અને નાયરાના ભાવો વધારે છે અને ત્યાં ડીઝલ અને પેટ્રોલ આવતું ન હોવાથી અમારે ત્યાં ભીડ 4 ઘણી વધી જવા પામી છે.’

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!