ડીસાના માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવકથી ધમધમ્યું : પ્રથમ દિવસે 2500 બોરીની આવક નોંધાઇ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનું 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઇ હતી. જેમાં પ્રથમ દિવસે જ 2500 બોરીની આવક સાથે પ્રતિ મણ રૂ. 1100 થી રૂ. 1211 સુધીના ભાવ મળ્યા હતા.

 

સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ઉત્તર ગુજરાત બનાસકાંઠા જીલ્લામાં થાય છે. જેમાં ડીસા બટાટા નગરીની સાથે હવે મગફળીનું પણ હબ બનવા તરફ જઇ રહ્યું છે. ત્યારે વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જીલ્લામાં 22,282 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે.

 

 

 

ડીસાના માર્કેટયાર્ડમાં સપ્તાહના શરૂઆતના પ્રથમ દિવસે જ 2500 બોરીની આવક થઇ હતી. જેમાં ખેડૂતોને ઉંચામાં ઉંચો ભાવ રૂ. 1211 મળ્યા હતા. જયારે નીચા ભાવ રૂ. 1000 રહ્યા હતા. જા કે, સરેરાશ મગફળીનો પ્રતિમણ રૂ. ૧૧૫૦ ખેડૂતોને મળ્યા હતા. બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું 22 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આ ઉપરાંત વડગામમાં 4771, પાલનપુરમાં 3805, દાંતીવાડામાં 3096, અમીરગઢમાં 552, દાંતામાં 379, લાખણીમાં 145, દિયોદરમાં 91, કાંકરેજમાં 68, ધાનેરામાં 49 અને ભાભરમાં 17 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે.

 

 

ઉત્તર ગુજરાતના ઉંઝા બાદ ડીસા માર્કેટયાર્ડના માલની આવકમાં નંબર આવે છે. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસુ સિઝનમાં મગફળીની દૈનિક એક લાખથી વધુ બોરીઓ જ્યારે ઉનાળુ સિઝનમાં દૈનિક 50 હજારથી વધુ બોરીની આવક થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે સીંગતેલના ભાવની વાત કરવામાં આવે તો ડબાનો ભાવ ભડકે બળી રહ્યો છે. પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!