5 દિવસથી બાળકીને છે એની માતાની તલાશ : મહિલા ગુમ થઇ કે ફરાર તે છે મોટો પ્રશ્ન

- Advertisement -
Share

વડોદરાની સર સયાજી હૉસ્પિટલ અનેક ગરીબોનો આશરો છે. અહીંયા નિશુલ્ક સારવાર એક સદીથી થઈ રહી છે જ્યારે આ બરોડા હૉસ્પિટલના નામથી ઓળખાતી હતી. જોકે, આ હૉસ્પિટલમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે કોઈ પણ વ્યક્તિનું કાળજું ચીરી શકે છે. આવી જ એક ઘટના એસએસજીના પ્રસુતિ વોર્ડમાં સામે આવી છે. અહીંયા પાંચ દિવસ પહેલાં જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને તેની માતાની તલાશ છે. આ બાળકી તેની માતાની હૂંફ માટે ઝંખી રહી છે પરંતુ તેની માતા ક્યાં છે તે કોઈને ખબર નથી.

[google_ad]

[google_ad]

હકિકતે બનાવની વિગતો એવી છે કે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં પાંચ દિવસ પહેલાં કરજણની ધમનજા ગામેથી એક પ્રસુતાને પ્રસુતિ માટે લાવવામાં આવી હતી. ઈશ્વર કૃપાથી આ બહેનના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પ્રસુતાને અને બાળકીને સારવાર માટે હૉસ્પિટલમાં જ રાખવામાં આવી હતી ત્યારે અચાનક ગઈકાલથી આ મહિલા ગાયબ થઈ ગઈ હતી.

[google_ad]

Advt

[google_ad]

બાળકીને પલંગ પર એકલી રાખીને ગાયબ થયેલી મહિલા ગુમ થઈ કે ફરાર તે અંગે કોયડો ગૂંચવાયો છે. દરમિયાન આ અંગે તપાસ કરતા આ મહિલા ગરજણના ધમનજા ગામની હોવાનું સામે આવ્યું હતું. માતાના ગાયબ થવાથી આ બાળકી તેને શોધી રહી છે ત્યારે આ મહિલાનું નામ સોનલ બહેન હોવાનું સામે આવ્યું છે.

[google_ad]

જોકે, આ બાળકીને તો હજુ બોલતા થવાને વાર છે ત્યારે આ નવજાત એક સવાલ પૂછી રહી હશે કે મારો શું વાંક છે, મા તું ક્યા છે? માતા તું મને કેમ મૂકીને જતી રહી! જોકે, આ મામલે હૉસ્પિટલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ મહિલા ગુમ થઈ કે ફરાર તે અંગે તપાસ કરવામાં આવશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!