ધાનેરા તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાંથી મળી દારૂની બોટલો : અનેક સવાલો…

- Advertisement -
Share

ધાનેરા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં પંચાયત કચેરીના મિટિંગ હોલની પાછળના ભાગે મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયો છે. દારૂની બોટલો પંચાયતના કમ્પાઉન્ડમાં ક્યાંથી આવી તેપણ એક મોટો સવાલ ઉભો થયો છે.
બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. તેમજ ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેનો બોલતો પુરાવો જોવા મળી રહ્યો છે.
ધાનેરા પંચાયતના કમ્પાઉન્ડમાં આજે પંચાયત કચેરીના મિટિંગ હોલની પાછળના ભાગે મોટા પ્રમાણ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેમજ એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી તો બીજી તરફ ધાનેરા તાલુકા પંચાયતના પ્રાગણમાંથી દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી દારૂની બંધીના વાયદા વચ્ચે સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો ક્યાંથી આવી તેને લઈ હાલ અનેક સવાલો ઉભા થયા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!