ટેટોડા ગૌશાળામાં ગૌકથા દરમિયાન ભાનુમતીબેન ખત્રીનું અવસાન થયું હતું
ડીસાના ટેટોડામાં યોજાયેલી ગૌકથા દરમિયાન ડીસાના સેવાભાવી ભાનુમતીબેન ખત્રીનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર દ્વારા ચક્ષુદાન કરી એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જો કે, સ્વર્ગસ્થ ચક્ષુદાતાને મરણોત્તર સન્માન કરાયું હતું.
ડીસાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને નિવૃત શિક્ષક, જાણીતા ચિત્રકાર, લેખક અને સત્સંગી એવા નાથાલાલ ખત્રીના ધર્મપત્ની ભાનુમતીબેન ખત્રીનું શ્રી કૃષ્ણ ભૂમિ ટેટોડા ગૌશાળામાં દુઃખદ
નિધન થતાં તેમના પરિવાર દ્વારા ચક્ષુદાન કરી પ્રેરણાદાયી અને માનવીય સત્કર્મ કરાયું હતું. આથી ડીસાની શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ અને દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંકના મફતલાલ મોદી તેમજ કનુભાઇ આચાર્યના
માર્ગદર્શન હેઠળ ડો. કિશોરભાઇ આસ્નાની, ભગવાનભાઇ બંધુ, ડો. ચિરાગભાઇ મોદી અને રસીકલાલ ચાંપાનેરીએ સાથે મળી ચક્ષુદાતા ભાનુમતીબેનનું સન્માનપત્ર થકી મરણોતર સન્માન કરી આ સન્માનપત્ર
તેમના પરિવારના નાથાલાલ ખત્રી અને જીગ્નેશભાઇ ખત્રીને અર્પણ કર્યું હતું. આ અવસરે 2 મિનિટ મૌન પાળી સદ્દગતના આત્માને ચિર શાંતિ માટે પ્રાર્થના કરાઇ હતી.
From-Banaskantha update