ડીસામાં શખ્સે લાલચમાં દાનીડેટા એપમાં 20 હઝાર ગુમાવ્યા બાદ આગળ આવી ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસાના કચ્છી કોલોનીમાં રહેતા એક શખ્સે એપ્લિકેશનની લીંક દ્વારા મોબાઈલ પર ઇન્ટરનેટથી દાનીડેટાની એપ ડાઉનલોડ કરી હતી જેમાં પ્રાથમિક વિગતો જેવી કે નામ otp નાખ્યા બાદ એપ્લિકેશનમાં ડિપોઝિટ કરી ઓપ્શન આવ્યું હતું જેના પર ક્લિક કરતા એપ્લિકેશનમાં પૈસા નાખવાના ઓપ્શન આવ્યા હતા.

 

જેમાં એક ઓપ્શન સિલેક્શન કરી એપ્લિકેશનના યુપીઆઈ આઇડીમાંથી રૂપિયા 20 હજારની દાનીડેટા એપ્લિકેશનમાં નાખ્યા હતા. એપ્લિકેશન ચાલુ કરતી વખતે એક વિડિયો આવ્યો હતો જેમાં ત્રણ ત્રણના સ્કોર વાળી મેચ પર પૈસા લગાવવાથી 0.75 ટકા નફો સાથે 101 ટકા ગેરંટી સાથે પૈસા પરત મળશે તેવું જણાવ્યું હતું.

 

તારીખ 26 મેથી તારીખ 31 મે સુધી એપમાં રોકાણ કર્યું હતું જેમાં અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હતું રૂપિયા 20 હજારના રોકાણ બદલે 31 મેએ રૂ.23,876 પરત આપવાની લાલચ આપી હતી ત્યાર બાદ એપ્લિકેશન બંધ કરી play store પરથી હટાવી દેવાઈ હતી.

 

આ અંગે ફૂલચંદભાઈ દશરથભાઈ સોલંકી રહે.ડીસાવાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, બનાસકાંઠામાં લોકોના કરોડો રૂપિયા આ એપ્લિકેશનમાં ફસાયા છે જો આ રીતે તમામ ફરિયાદી રજૂઆત કરવા આગળ આવશે તો આંકડો મોટો થાય તેમ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!