ડીસામાં બની રહેલ શોપિંગ સેન્ટર નકશા વિરુદ્ધ બનતાં બિલ્ડરને નોટીસ ફટકારી

- Advertisement -
Share

ભાજપના જ નગર સેવકે બિલ્ડર સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ : મંજૂરી સહીતના આધાર પૂરાવાના દસ્તાવેજ રજૂ કરવા માટે નોટીસ અપાઇ

 

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ હવાઇ પિલ્લર સામે બની રહેલ શોપિંગ સેન્ટર નકશા વિરૂધ્ધ બનતું હોવાની રજૂઆત ખુદ ડીસા નગરપાલિકાના ભાજપ સદસ્યે કરતાં હલચલ મચી જવા પામી છે.

ડીસા નગરપાલિકાના જ ભાજપના સદસ્ય શૈલેષકુમાર છગનલાલ પ્રજાપતિએ હવાઇ પિલ્લર સામેના સર્વે નં. 55 પૈકીના પ્લોટ નં. 40 માં બની રહેલ શોપિંગ સેન્ટર નકશા વિરૂધ્ધ અને રહેણાંકની મંજૂરી મેળવી
કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની રજૂઆત નગરપાલિકાના મુખ્ય અધિકારીને કરાઇ હતી.

 

આથી શોપિંગ સેન્ટરના બિલ્ડર કૃણાલભાઇ શાહને નોટીસ આપી બાંધકામ પરવાનગી સહીતના આધાર પૂરાવા રજૂ કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી.

 

આ અંગે સદસ્ય શૈલેષભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘તપાસ કરવા માટે મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરાઇ છે.’

 

જ્યારે નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કૃણાલભાઇ શાહને નોટીસ ફટકારવામાં આવી છે અને મંજૂરી સહીતના આધાર પૂરાવા માંગવામાં આવ્યા છે.
જો શરત ભંગ થયો હશે તો ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ 1976 ની કલમ 27 થી 36 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!