સમગ્ર દેશમાં કોવિડ-19ની સંક્રમણની હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા કેટલાંક નિર્ણય કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ આંક 100 પાર પહોંચી ચુક્યો છે. આગામી સમયમાં લગ્ન પ્રસંગો આવી રહ્યા છે ત્યારે આં લગ્ન પ્રસંગેમાં મોટી ભીડ એકઠી ના થાય તેમાટે તંત્ર સાબદુ બન્યું છે.
હાલ બનાસકાંઠા જિલ્લામાં 989 કેસ એક્ટીવ છે અને 1200 વધુ અત્યાર સુધીમાં કેસ નોંધાયા છે. આગામી સમયમાં લગ્ન પ્રસંગો આવી રહ્યા છે ત્યારે આં લગ્ન પ્રસંગેમાં મોટી ભીડ એકઠીના થાય તે માટે તંત્ર સાબદુ બન્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં તા.15/04/2021 થી તા.30/04/2021 સુધીના સમયગાળામાં યોજાનાર સામાજિક પ્રસંગ, લગ્ન, સત્કાર કે અન્ય સમારંભમાં કોવિડ-19ની પ્રવર્તમાન સુચનાઓનું પાલન થાય તે માટે જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા નિયત નમૂના મુજબના રજીસ્ટર નિભાવવા માટે કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

તેમજ રજીસ્ટરની નકલ નજીકના પોલીસ સ્ટેશન તથા અધિકૃત અધિકારી, કર્મચારીઓને દર મંગળવાર અને શુક્રવારના રોજ પુરા પાડવાના રહેશે. લગ્ન, સત્કાર સમારંભ માટે કરેલા છાપકામ અંગેના રજીસ્ટરમાં તારીખ, પ્રસંગ લગ્ન, બેસણું અન્ય, નિમંત્રકનું નામ અને પ્રસંગ આયોજનનું સ્થળ આમ પાંચ કોલમની વિગતો આપવાની રહેશે. ત્યારે વધતા જતાં કેસને લઇ તંત્ર દ્વારા હાલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
From – Banaskantha Update