જળવાયુ પરિવર્તનને કારણે વીતેલા 60 વર્ષમાં અનાજ ઉત્પાદન 20 ટકાનો ઘટાડો

- Advertisement -
Share

એક તરફ વિશ્વની વસતી વધી રહી છે અને બીજી તરફ જળવાયુ પરિવર્તનને કારણે કૃષિ ઉત્પાદન ઘટી રહ્યું છે. 1960ની સ્થિતિએ પર્યાવરણની સ્થિતિ જળવાઇ રહી હોત તો જેટલું અનાજ ઉત્પાદન થઇ શકે તેના કરતાં 20 ટકા ઓછું અનાજ ઉત્પાદન થઇ રહ્યું છે. સંશોધકોનું કહેવું છે કે તેનું કારણ આબોહવામાં આવેલું પરિવર્તન છે. વિવિધ વિસ્તારોમાં પૂર અને દુષ્કાળનું પ્રમાણ વધી રહ્યું છે.

દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને કેરેબિયન ટાપુ પર ઉત્પાદન જેટલું થવું જોઇએ તેના ત્રીજા ભાગનું જ થઇ રહ્યું છે. આર્થિક અસરકારકતાની ગણતરી કરતી વખતે મહદ અંશે ઔદ્યોગિક ઉત્પાદન ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. ઔદ્યોગિક ઇનપુટ સામગ્રી અને ઉત્પાદનના અંતે મળતા પરિણામોની તુલના કરીને ઔદ્યોગિક વિકાસના માપતોલ થતા હોય છે.

આ હેતુસર રોબર્ટ ચેમ્બર અને કોર્નવોલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી બોબીએ દાયકાઓ પહેલાંની હવામાન સ્થિતિ યથાવત રહી હોત તો ઉત્પાદકતા કેટલી રહી હોત તેની ગણતરી કરવા પ્રયાસ કર્યો છે. તેમના મતે સમગ્ર વિશ્વમાં 1961ની સ્થિતિને મુકાબલે વૈશ્વિક કૃષિ ઉત્પાદકતા સરેરાશ 21 ટકા ઘટી છે. તે ઘટાડો વીતેલા 7 વર્ષમાં વિશ્વે સાધેલી વૃદ્ધિ બરોબર છે.

અર્થાત કૃષિ ઉત્પાદન ઘટાડો વીતેલા સાત વર્ષનાં વિશ્વે સાધેલી વૃદ્ધિના ધોવાણ બરોબર છે. આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને કેરેબિયન ટાપુ જેવા ઉષ્ણ કટિબંધના પ્રદેશમાં કૃષિ ઉત્પાદકતામાં 26 થી 34 ટકા બરોબર ઘટી છે. અમેરિકામાં આ ઘટાડો 5 થી 15 ટકા નોંધાયો છે.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!