ધાનેરા-નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચોરી કરનાર 5 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

ધાનેરા પોલીસે 2 બાઇક અને એક્ટીવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

ધાનેરા પંથકમાં વાહન ચોરી ગેંગને ઝડપી પાડવા માટે ધાનેરા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જેને લઇને ધાનેરા પોલીસ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચોરી કરનાર 5 શખ્સોને 2 બાઇક અને એક્ટીવા સહીત ચોરીના વાહન ખરીદીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. બનાસકાંઠા જીલ્લાની પોલીસ દ્વારા પણ વાહન ચોરીના ઘટનાને અટકાવવા માટે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએથી વાહનોની ચોરી કરનારને ધાનેરા પોલીસ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતા.

 

તે દરમિયાન શંકાસ્પદ જણાતાં પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી શુક્રવારે વાહન ચોરી કરનાર 5 શખ્સોને ઝડપી પાડયા હતા.

 

જેમાં 2 મોટર સાઇકલ અને એક્ટીવા સાથે 5 શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. ધાનેરા પી.આઇ. ડી.વી. ડોડીયા દ્વારા વાહન ચોરો સામે લાલ આંખ કરતાં શો-રૂમમાં પણ ફફડાટ ફેલાયો છે.
જ્યારે ચોરીના વાહન ખરીદનારને પણ ગણતરીના કલાકોમાં પોલીસ ઝડપી પાડી સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!