બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાનાં 90000 થી વધુ કેસ : 2841 મોત

- Advertisement -
Share

બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાનાં નવા 90303 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. સત્તાવાળાઓ ફરી એકવાર કોરોનાને કાબૂમાં રાખવા દોડતા થયા છે. મંગળવારે ત્યાં એક જ દિવસમાં સૌથી વધુ 2841 લોકોનાં મોત થયા હતા. આમ અમેરિકા પછી કોરોના બ્રાઝિલમાં કહેર મચાવી રહ્યો છે.

ચીનનાં ફેબ્રુઆરી પછી કોરોનાનો પહેલો લોકલ કન્ફર્મ કેસ નોંધાયો છે.આ કેસ ચીનનાં શાન્ક્ક્ષી પ્રાંતનાં ક્ષીઆન શહેરમાં નોંધાયો હોવાનું આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ કબૂલ્યું હતું. જે લોકલ ટ્રાન્સમિટ થયો હોવાનું મનાય છે. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓમાં સમયાંતરે કોરોનાનું સંક્રમણ હોવાનું જણાઈ આવ્યું છે.

બ્રિટનનાં પ્રધાન મેટ્ટ હેન્કોકે કબૂલ્યું હતું કે ભારત દ્વારા કોરોનાની વેકિસનનાં સપ્લાયમાં વિલંબ કરવામાં આવ્યો છે. આમ યુકેમાં કોરોનાની વેક્સિનની અછત સર્જાવા માટે ભારત દ્વારા કરવામાં આવેલી મોડી નિકાસ જવાબદાર છે. યુકેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટયુટ દ્વારા બનાવાતી વેક્સિનનાં 5 મિલિયન ડોઝ મળવાની આશા હતી પણ ભારતનાં લોકોને પ્રાયોરિટીનાં ધોરણે વેક્સિન આપવાનું નક્કી થતાં સપ્લાય રોકવામાં આવી હતી.

વિશ્વમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 12.19 કરોડનો આંક વટાવીને 12,19,588,36 પહોંચી ગઈ છે. 26,95,038 લોકોએ જીવ ગુમાવ્યો છે. સારવાર પછી 9.82 કરોડ લોકો સાજા થયા છે. અમેરિકામાં કોરોનાની એન્ટિબોડી સાથે બાળકીનો જન્મ થયાનો પહેલો કેસ બહાર આવ્યો છે. માતાને પ્રેગનન્સીનાં 36માં અઠવાડિયે કોરોનાની રસી આપવામાં આવી હતી.

 

FROm – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!