પાલનપુરના એરોમા સર્કલ નજીક કારમાં આગ ભભૂકતાં દોડધામ : ડ્રાઇવરનો આબાદ બચાવ

- Advertisement -
Share

ચાલુ કારમાં આગ ભભૂકતાં પાલનપુર ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

 

પાલનપુર એરોમા સર્કલ નજીક બુધવારે ચાલુ કારમાં અચાનક આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. સમય સુચકતાના કારણે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આગના કારણે કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લગ્ન પ્રસંગના મંડપમાં અને વાહનોમાં આગ લાગવાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
ત્યારે બુધવારે વધુ એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર એરોમા સર્કલ નજીક બુધવારે ચાલુ કારમાં આગ ભભૂકતાં ઘટનાસ્થળે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
પરંતુ સમય સુચકતાના કારણે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. જયારે આગ ભભૂકતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જ્યારે તાત્કાલીક પાલનપુર ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે, કાર આગમાં લપેટાતાં બળીને ભષ્મીભૂત થઇ ગઇ હતી. જ્યારે કારમાં આગ ભભૂકતાં કારના માલિકને નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!