ઉત્તર ગુજરાતની 818 પેઢીઓ પર કૃષિ વિભાગના દરોડા : ખાતર, બિયારણ, જંતુનાશક દવાના શંકાસ્પદ 175 નમૂના લીધા

- Advertisement -
Share

ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો રૂ. 82.60 લાખનો 2603 ક્વિન્ટલ અને 203 લીટર જથ્થો સીઝ કરાયો, 276 વેપારીને નોટીસ : ચોમાસુ વાવેતર પહેલાં ખેડૂતોને બોગસ બિયારણથી બચાવવા સર્ચ : મહેસાણા જીલ્લામાં 26.84 લાખનો જથ્થો સીઝ, સ્ટોક પત્રકમાં ખામી, લાયસન્સમાં ઉમેરો ન કરવો સહીતની બાબતે કાર્યવાહી

 

ઉત્તર ગુજરાતમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના ઉત્પાદક અને વેચાણ કરતી પેઢીઓ પર કૃષિ વિભાગે દરોડા પાડયા હતા.

મહેસાણા સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 5 જીલ્લાની 818 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

 

જેમાં સ્ટોક પત્રકમાં ખામી, લાયસન્સમાં ઉમેરો ન કરવા સહીતની બાબતે 276 ને નોટીસ ફટકારી છે. જ્યારે શંકાસ્પદ 175 નમૂના લઇ લેબમાં મોકલાયા છે.

 

જ્યારે આગળની સુચના ન મળે તો ત્યાં સુધી રૂ. 82.60 લાખનો ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 2603 ક્વિન્ટલ અને 203.65 લીટર જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લદાયો છે.

 

મહેસાણા જીલ્લામાં ખાતરની 46, બિયારણની 54 અને જંતુનાશક દવાની 54 પેઢીઓ મળી 154 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 80 વેપારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછાયો છે.
જ્યારે શંકાસ્પદ 47 નમૂના લઇ રૂ. 26.84 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 989.99 ક્વિન્ટલ અને 8 લીટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

 

પાટણ જીલ્લામાં ખાતરની 50, બિયારણની 63 અને જંતુનાશક દવાની 57 પેઢીઓ મળી 170 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 57 વેપારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછાયો છે.
જ્યારે શંકાસ્પદ 21 નમૂના લઇ રૂ. 14.77 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 1465.90 ક્વિન્ટલ અને 16 લીટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લદાયો છે.

 

બનાસકાંઠા જીલ્લામાં ખાતરની 75, બિયારણની 80 અને જંતુનાશક દવાની 74 પેઢીઓ મળી 229 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 41 વેપારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછાયો છે.
જ્યારે શંકાસ્પદ 37 નમૂના લઇ રૂ.1.63 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 0.955 ક્વિન્ટલ અને 27.4 લીટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

 

સાબરકાંઠા જીલ્લામાં ખાતરની 35, બિયારણની 64 અને જંતુનાશક દવાની 46 પેઢીઓ મળી 145 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 51 વેપારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછાયો છે.
જ્યારે શંકાસ્પદ 42 નમૂના લઇ રૂ. 4.25 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 23.62 ક્વિન્ટલ અને 39 લીટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

 

અરવલ્લી જીલ્લામાં ખાતરની 35, બિયારણની 41 અને જંતુનાશક દવાની 44 પેઢીઓ મળી 120 પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડામાં 47 વેપારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછાયો છે.

 

જ્યારે શંકાસ્પદ 47 નમૂના લઇ રૂ.35.09 લાખની કિંમતના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો 122.8 ક્વિન્ટલ અને 113.25 લીટરના જથ્થાના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!