વડગામના કોદરામની દીકરી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમીની 30 નર્તકીઓ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

- Advertisement -
Share

કોદરામની વિભૂતિ પ્રજાપતિ 30 નૃત્યાંગનાઓ સાથે ભરતનાટ્યમ રજૂ કરશે

 

યુરોપના હંગરી દેશમાં યોજાનાર બુડાપેસ્ટ ડેનયુબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલમાં ભારતને 27 વર્ષ પછી પ્રથમ વખત સ્થાન મળ્યું છે.
જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામની દીકરી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમીની 30 નર્તકીઓ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભરતનાટ્યમ રજૂ કરી ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.

 

યુરોપના હંગરી દેશમાં છેલ્લા 27 વર્ષથી બુડાપેસ્ટ ડેનયુબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભારતને 27 વર્ષ પછી પ્રથમ વખત સ્થાન મળ્યું છે.

 

સમગ્ર દેશમાંથી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમી આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિલેક્ટ થઇ છે. જેમાં 30 નર્તકીઓમાં બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના કોદરામની દીકરી વિભૂતિ પ્રજાપતિ પણ છે.

 

જે ટીમ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભરતનાટ્યમ રજૂ કરી ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.

 

વિભૂતિના પિતા મનોજભાઇ લવજીભાઇ પ્રજાપતિ સુરતમાં બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેણી પહેલાં ધોરણથી જ ભરતનાટ્યમ શીખતી હતી અને 2021 માં જુલાઇ માસમાં ભરતનાટ્યમની આરંગનેત્રમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

 

બુડાપેસ્ટ ડેનયુબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યુનેસ્કોના નિરીક્ષણ હેઠળ તા. 3 જૂને યોજાશે. જેમાં બલ્ગેરિયા, ઇટલી, ગ્રીસ અને મેકેડોનીયા સહીત યુરોપના દેશો ભાગ લેશે.
ભારતનું ભરતનાટ્યમ સહીત અન્ય દેશના કલપેલીયા, ડાંગી, લેઝીમ અને તેરાતાલી સહીતના નૃત્યો લાઇવ મ્યુઝીક પર પ્રસ્તુત કરાશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!