પાલનપુરમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી : ગેસના બાટલા ભરેલ ટ્રક અને ઓઇલ ટેન્કરનો સર્જાયો અકસ્માત

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહો છે. ત્યારે પાલનપુર-અમદાવાદ હાઇવે પર એલ.પી.જી. ગેસના બાટલા ભરેલી ગાડી અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

ત્યારે એલ.પી.જી. ગેસના બાટલા રોડ પર પટકાયા હતા. જો કે, મોટી જાનહાની ટળી હતી. આ અકસ્માતની જાણ પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર એલ.પી.જી. ગેસના બાટલા ભરેલી ગાડી અને ઓઇલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે એલ.પી.જી. ગેસના બાટલા રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીકજામ ખુલ્લો કરાવ્યો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!