ડીસામાં રથયાત્રાની તડામાર તૈયારીઓને લઇ બેઠક યોજાઇ

- Advertisement -
Share

ગત વર્ષોના હીસાબોના મુદ્દે ટ્રસ્ટના ખજાનચી બદલાયા : રથયાત્રા માટે વિવિધ સમિતિઓની રચના કરાઇ

 

ડીસામાં આગામી રથયાત્રા માટે રવિવારે બેઠકમાં રથયાત્રાની ભવ્ય તૈયારીઓના આયોજન સાથે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
જેમાં હઠીલા હનુમાન મંદિરમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટની મળેલી બેઠકમાં તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા માટે
વિવિધ સમિતિઓની રચના કરી સમિતિને કન્વીનરોને રહે વિવિધ જવાબદારીઓ સોંપી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટના પ્રમુખ ગંગારામભાઇ પોપટના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ટ્રસ્ટ, સમિતિના ટ્રસ્ટીઓ અને કાર્યકરો સહીત ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ગત બેઠકના એજન્ડા વંચાણે લેવાતાં બેઠક તોફાની બની હતી. ગત બેઠકમાં ટ્રસ્ટના મંત્રી અને ખજાનચી હીસાબો રજૂ કરતાં ન હોઇ પ્રમુખ દ્વારા ટ્રસ્ટના મંત્રી દશરથભાઇ રાજગોરને હીસાબો રજૂ કરવા નોટીસ અપાઇ હતી.
જે નોટીસના અનુસંધાને મંત્રી દશરથભાઇ રાજગોરે માત્ર 2019, 2020 અને 2021 સુધીના જ હીસાબો રજૂ કરાયા હતા. જો કે, આ વર્ષે રથયાત્રા યોજાઇ ન હતી.

જેથી બેઠકમાં ઉપસ્થિત તમામે તેનો વિરોધ કર્યો હતો અને વર્ષ 2012 થી તમામ હીસાબો રજૂ કરવા જણાવતાં ટ્રસ્ટના મંત્રીએ હીસાબનો ઠીકરો ખજાનચી ઉપર ફોડયો હતો.

પરંતુ ખજાનચી મુકેશભાઇ પંડયા છેલ્લી 2 બેઠકથી હાજર ન રહેતાં હોઇ પ્રમુખ અને બેઠકમાં હાજર સભ્યો વિફરતાં મંત્રી દશરથભાઇ રાજગોરે મુકેશભાઇ પંડયાને ખજાનચીની જવાબદારીથી મુક્ત કરી વસંતભાઇ
ભરતીયાને ખજાનચી તરીકે નિયુક્ત કરવા સભા સમક્ષ પ્રસ્તાવ મૂકતાં હાજર સભ્યોએ પ્રસ્તાવ સ્વીકારી સંસ્થાના ખજાનચી મુકેશભાઇ પંડયાને જવાબદારીથી મુક્ત કરી વસંતભાઇ ભરતીયાની ખજાનચી તરીકે નિયુક્તિ કરી હતી.

 

ત્યારબાદ ભગવાન જગન્નાથજીની આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓની શરૂઆત કરાઇ હતી. રથયાત્રા માટે કુલ 10 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં ગ્રામ અગ્રણીઓનો સમાવેશ કરાયો છે.

 

આ ઉપરાતં આ વર્ષે ભગવાનનો મોસાળ કચ્છી કોલોનીમાં આવેલ પાતાળેશ્વર મહાદેવમાં લઇ જવામાં આવશે. મોસાળમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે 15 દિવસ સુધી બિરાજશે.

 

આ વર્ષે યાત્રા હઠીલા હનુમાનથી પ્રસ્થાન કરશે અને હરીઓમ સ્કૂલ, એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ, અંબિકા ચોક, કચ્છી કોલોની, પાણીની ટાંકી, કોલેજ રોડ, ચંદ્રલોક સોસાયટી, લાયન્સ હોલ, બગીચા, ફૂવારા, મેઇન
બજાર, સોની બજાર, ગાંધીચોક, રીસાલા ચોક, લાઠી બજાર થઇ હઠીલા હનુમાનમાં યાત્રા પૂર્ણ થશે. આ યાત્રામાં તમામ ગ્રામજનોએ જોડાવવા પ્રમુખે અપિલ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!