લાલબત્તી સમાન કિસ્સો: 13 વર્ષના છોકરાએ ગેમમાં રૂ. 40,000 ગુમાવ્યા બાદ ફાંસી ખાઈ આપઘાત કરી લીધો

Share

મધ્યપ્રદેશના છતરપુરમાં એક ઓનલાઇન ગેમમાં કથિત રૂ.40,000 ગુમાવ્યા બાદ 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. નાયબ પોલીસ અધિક્ષક શશાંક જૈને જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ શુક્રવારે બપોરે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

[google_ad]

ફ્રી ફાયર ગેમ

સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું છે કે, “મમ્મીના ખાતામાંથી 40 હજાર રૂપિયા લીધા અને” ફ્રી ફાયર “રમતમાં આ પૈસા બરબાદ કરી દીધા. વિદ્યાર્થીએ તેની માતાની માફી માંગતા લખ્યું છે કે, તે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.

[google_ad]

ગેમમાં ખરા રૂપિયાથી ખોટા પૈસા લેવાની સ્ક્રીનની તસ્વીર

પોલીસે જણાવ્યું કે, જ્યારે છોકરાએ આ પગલું ભર્યું ત્યારે તેની માતા અને પિતા ઘરે નહોતા. વિદ્યાર્થીના માતા રાજ્યના આરોગ્ય વિભાગમાં નર્સ છે અને ઘટના સમયે જિલ્લા હોસ્પિટલમાં હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીની માતાના ફોન પર પૈસાની લેવડ -દેવડને લઈને એક મેસેજ આવ્યો, ત્યારબાદ માતાએ તેના દીકરાને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ છોકરાએ પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. પરંતુ, થોડા સમય પછી તેની મોટી બહેન ત્યાં પહોંચી, તેણીને રૂમ અંદરથી બંધ જોવા મળ્યો અને તેના માતા-પિતાને જાણ કરી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

તેમણે કહ્યું કે, જ્યારે રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો, છોકરો પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. આ પછી, તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

[google_ad]

 

પોલીસ તપાસ કરી રહી છે કે, શું તે પોતે ઓનલાઈન ગેમ પર પૈસા ખર્ચી રહ્યો હતો કે અન્ય કોઈ તેને પૈસા માટે ધમકી આપી રહ્યું હતું. અગાઉ, જાન્યુઆરીમાં, મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ધના નગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં “ફ્રી ફાયર” ગેમના વ્યસનને કારણે પિતાએ પુત્ર પાસેથી મોબાઇલ ફોન છીનવી લીધા બાદ 12 વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share